ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે શહેરના ખ માર્ગ ઉપર વાવોલથી શાકભાજી લઇને પરત ફરી રહેલા દંપતિનું મોપેડ સ્લિપ ખાઇ જતા ગંભીર ઇજાઓ પહોચી હતી અને તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન પતિનું મોત થયું હતું આ ઘટના અંગે સેક્ટર-૭ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
સરગાસણની પ્રમુખ પેસેફિક વસાહતમાં રહેતા પ્રેરણાબેન મેહુલકુમાર પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તે અને તેમના પતિ મેહુલકુમાર દિનેશચંદ્ર પટેલ તેમનું મોપેડ લઇને વાવોલ ખાતે શાકભાજી લેવા માટે ગયા હતા અને શાકભાજી લઇને તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન ખ માર્ગ ઉપર સૌંદર્ય ૪૪૪ વસાહત પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે વખતે એકાએક મોપેડ સ્લિપ ખાઇ જતા મેહુલભાઇ અને પ્રેરણાબેન જમીન ઉપર પટકાયા હતા અને ડિવાઇડર સાથે માથું ભટકાયું હતું. આ અકસ્માતને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બંને ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મેહુલભાઇનું મોત થયું હતું જ્યારે પ્રેરણાબેનની સારવાર કરવામાં આવી હતી. હાલ આ મામલે સેક્ટર-7 પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application