Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કિમ ચાર રસ્તા પાસે બસના ચાલકે અચાનક બ્રેક મારતા એક પાછળ એક 10 વાહનો અથડાતા અકસ્માત સર્જાયો

  • September 15, 2023 

સુરતના માંગરોળમાં મોડી રાત્રે એક સાથે 10 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને કારણે નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરવા કાર્યવાહી હાથ ધરી હતી. કેટલાક વાહન ચાલકોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સુરત જિલ્લામાં કિમ ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે વધુ એક અકસ્માત સર્જાયો હતો. રાત્રીના 12 વાગ્યાની આસપાસ એક લક્ઝરી બસના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલાં વાહનો એકબીજાની પાછળ ઘૂસી ગયા હતા. અકસ્માતને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.અકસ્માત થયાની જાણ કોસંબા પોલીસને થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અન્ય કોઈ મોટી જાનહાનિ નહીં થતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News