Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવી પારડી નજીકના હાઈવે પર કન્ટેનર પાછળ એસ.ટી. બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો

  • January 18, 2025 

સુરત જિલ્લાના કામરેજ નવી પારડી નજીક નેશનલ હાઈવે પર યુ-ટર્ન લઈ રહેલા કન્ટેનર પાછળ એસ.ટી. બસ ઘુસી જતા અકસ્માતની ઘટનામાં કન્ટેનર પલ્ટી મારી જતા હાઇવે પર ટ્રાફિક જામ સાથે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસની હદમાં નવી પારડી ગામની સીમમાં મુંબઇથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે-૪૮નાં રોડ પર નાશિકથી અમદાવાદ તરફ જઈ રહેલી પેસેન્જરો ભરેલી બસ નંબર જીજે/૧૮/ઝેડ/૯૯૫૮ રાજ હોટલ ક્રોસ કરી આગળ જઈ રહી હતી.


તે દરમ્યાન વહેલી સવારે ધુમ્મસનાં પગલે રાજ હોટલની દિશામાંથી યુ-ટર્ન લઈ પુરપાટ આવી રહેલા કન્ટેનર નંબર જીજે/૦૬/એવી/૫૨૩૩ની પાછળ ઉપરોક્ત સરકારી બસ ધડાકાભેર અથડાઈ હતી. આ સમયે કન્ટેનર ચાલકે પણ સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા મુખ્ય રસ્તા પર કન્ટેનર પલ્ટી મારી ગયું હતું. તે સમયે બસમાં સવાર મુસાફરોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા જેના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહન ચાલકો ફસાઈ ગયા હતા, કલાકો સુધી હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બનાવની જાણ થતા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અકસ્માતગ્રસ્ત સ્થળે પહોંચી જઈ પરિસ્થિતિ પૂર્વવત કરવામાં જોડાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application