સોનગઢના દશેરા કોલોની માર્ગ પર સરકારી કોલેજની સામે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક આધેડનું મોત નીપજ્યું હતું. ટ્રક ચાલકે રસ્તે ચાલતા રાહદારીને કચડી નાંખ્યો હતો. તા.14મી સપ્ટેમ્બર નારોજ એક ટ્રકચાલકે પૂરપાટ ઝડપે આવી રાહદારીને અડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત ને પગેલે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને ઈમરજન્સી સેવા 108 ને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત આધેડને તાપીમિત્ર અખબારના ફોટોગ્રાફર યુવરાજ પ્રજાપતિ અને અન્ય લોકોની મદદથી 108 વાનમાં બેસાડવામાં આવ્યા હતા.
સોનગઢના ઉકાઈ રોડ પર આવતું શિવનગર વિસ્તારમાં રહેતા તુકારામભાઈ નાગોભાઈ માળી (ઉ.વ.66) નાઓ ગતરોજ સાંજે 4:45 કલાકના અરસામાં દશેરા કોલોની માર્ગ પર આવેલ સરકારી કોલેજની સામે રોડની સાઈડે ચાલતા હતા તે દરમિયાન ટ્રક નંબર જીજે/26/ટી/4964 ના ચાલકે પોતાના કબ્જાનું ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તુકારામભાઈને અડફેટમાં લેતા તેઓને ડાબા હાથે તથા બંને પગે ગંભીર ઇજા પહોંચતા 108 ની મદદથી સારવાર માટે પ્રથમ સોનગઢ સીએચસી તથા ત્યારબાદ એકલવ્ય હોસ્પિટલ વ્યારા અને જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે લઈ ગયેલ ત્યારબાદ વધુ સારવાર અર્થે સરદાર હોસ્પિટલ બારડોલી ખાતે લઇ જતા તુકારામ માળીનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે રાજેન્દ્રભાઈ તુકારામભાઈ માળી રહે,શિવનગર,સોનગઢ નાઓની ફરીયાદના આધારે સોનગઢ પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025