સોનગઢના ડોસવાડા ગામ પાસે મજૂરો ભરી પસાર થતો એક ટેમ્પો ના ચાલકે સ્ટિયરિંગ પર થી કાબૂ ગુમાવતાં ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પોમાં બેસેલા મજૂરો પૈકી ના ૨ મજૂરો ના મોત થયાં હતાં જ્યારે અન્ય નવ ને નાની મોટી ઇજા થઇ હતી.
મળેલી વિગત મુજબ સુરતના ડુંભાલ ખાતે રહેતાં અશ્વિન ભાઈ સિંગાણે મકાન તોડવાના કોન્ટ્રાક્ટ લે છે અને તેમને ત્યાં મોટે ભાગે પરપ્રાંત ના મજૂરો કામ કરે છે.
શનિવારે અશ્વિન ભાઇ એ ૧૧ જેટલાં મજૂરો ને નવાપુર નજીક આવેલ એક માતાજી ના મંદિરે દર્શન કરવા માટે પોતાના ઓળખીતા એવાં ગોકુળભાઈ સુરજનભાઈ નિકવાડે (રહે.વેડરોડ,સુરત) નો ટેમ્પો નંબર જીજે/૦૫/બીએક્સ/૭૭૬૬ ભાડે કરી ને આપ્યો હતો.આ મજૂરો ટેમ્પો માં બેસી બપોરે નવાપુર પહોંચ્યા હતાં અને માતાજી ના દર્શન કરી સાંજે પરત સુરત જવા નીકળ્યા હતાં.
આ ટેમ્પો શનિવારની રાત્રી ના આઠ કલાક ના અરસામાં સોનગઢથી વ્યારા તરફ જતાં ટ્રેક પર ડોસવાડા ગામ જીઆઇડીસી પાસેથી પસાર થતો હતો ત્યારે ટેમ્પો ચાલક ગોકુળ ભાઈએ અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને ટેમ્પો રોડ સાઈડ પર બે ત્રણ પલટી ખાઈ ગયો હતો. આ અકસ્માતનો બનાવ બનતાં ટેમ્પો માં બેસેલા મજૂરો રોડ ની સાઈડ માં ફંગોળાઈ ગયા હતાં અને શરીરે નાની મોટી ઇજા પામ્યાં હતાં.
આ બનાવમાં રાજુભાઈ હીરામન ભાઈ ઇંગડે (ઉ.વ.૪૫) રહે.હાલ લીંબાયત-સુરત નાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે અશોકભાઇ રામજીભાઇ તળાવિયા (ઉ.વ.૭૦ ) રહે.લસકાણા તા.કામરેજ નાઓનું સોનગઢ દવાખાને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે મજૂરો ને ઇજા થતાં તેમને સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે ટેમ્પો ચાલક સામે સોનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500