Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી નેશનલ હાઇવે ઉપર નદીમાં કન્ટેનર ખાબકતા અકસ્માત સર્જાયો, સદ્દનસીબે ચાલકનો બચાવ થયો

  • August 13, 2023 

નવસારી નેશનલ હાઇવે નંબર 48 પાસે આવેલ મીંડોળા નદીમાં આજે વહેલી સવારે એક કન્ટેનર ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેને લઇને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જોકે આ બનાવમાં ચમત્કારિક રીતે ચાલકનો બચાવ થતા અન્ય રાહદારીએ અને અન્ય લોકોએ તેને બહાર કાઢ્યો હતો. અમદાવાદથી મુંબઈ જઈ રહેલા કન્ટેનરનું ટાયર ફાટતાં ચાલકનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર તોડી સીધું કન્ટેનર મીંડોળા નદીમાં ખાબક્યું હતું. આ બનાવવામાં ચાલકનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. મીંડોળા નદી સુરત અને ગ્રામ્ય પોલીસની હદમાં આવતી હોય સરહદને લઈને પણ ઓઢવની સ્થિતી ઉત્પન્ન થઈ છે. અકસ્માતને કારણે ડિવાઇડરને પણ નુકસાન થવા પામ્યું હતું નદીમાં માછલી પકડતા સ્થાનિકોએ અકસ્માતની ઘટના નજરે જોતા તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application