Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હરિયાણાનાં પંચકૂલા નજીક પિંજોરમાં અકસ્માત સર્જાયો : અકસ્માતમાં 40થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા

  • July 08, 2024 

હરિયાણાનાં પંચકૂલા નજીક પિંજોરના પર્વતીય વિસ્તારોમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં એક ડ્રાઈવરે સરકારી બસને ઓવર સ્પીડમાં દોડાવતાં પલટી ખાઈ ગઇ હતી. જેના પગલે 40થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત બાળકોને પંચકૂલા સેક્ટર-6ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી કોઈ મૃત્યુના અહેવાલ સામે આવ્યા નથી પણ અનેક બાળકોની હાલત ગંભીર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અકસ્માતમાં એક મહિલાની હાલત ગંભીર જણાવાઈ રહી છે. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બસમાં વધારે પડતાં મુસાફરો અને ઓવરસ્પીડમાં દોડાવવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. એવો પણ દાવો કરાયો છે કે, રોડની હાલત પણ સારી નહોતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application