નાંદોદ તાલુકાનાં બોરીદ્રા ગામ નજીક પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે ઈકો ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણને ગંભીર ઈજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ડમ્પર ચાલકે પોતાના કબ્જાનું પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી લાવી ઈકો ગાડીને સામેથી ટક્કર મારી હતી. જોકે આ અકસ્માતમાં સંતોષ શ્રાવણ ગાયકવાડ તથા પ્રવિણ કૌતિક નીમને ઇજાઓ પહોંચી હતી. અસ્માત બાદ ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે આમલેથા પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application