મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં આંબલી ફળીયામાંથી પસાર થતાં બેડચીત ગામનાં નવા ફળિયાના પુલ પાસે કારનાં ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પેસેન્જરો ભરેલ રીક્ષાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો, જોકે આ અકસ્માતમાં રીક્ષામાં બેસેલ બેડચીત ગામનાં એક આધેડને ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ,ડોલવણ તાલુકાનાં ગડત ગામનાં પાંઢર ફળિયામાં રહેતા અમરસિંગભાઈ અફણીયાભાઈ ગામીત (ઉ.વ.82)નાંઓ ગત તારીખ 03/01/2024નાં રોજ રીક્ષા નંબર GJ/26/T/1091માં બીજા પેસેન્જરો સાથે બેસી બુહારી તરફ જતાં હતા. તે સમયે ગડત ગામનાં આંબલી ફળીયાથી આગળ બેડચીત ગામનાં નવા ફળિયાનાં પુલ પાસે બેડચીત તરફથી આવતી ફોર વ્હીલ વેગેનાર કાર નંબર GJ/26/AB/1045નાં ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રીક્ષાને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં રીક્ષામાં બેસેલ પેસેન્જરોને ઈજા પહોંચી હતી તેમજ રીક્ષમાં સવાર અમરસિંગભાઈને પણ જમણી આંખનાં ભાગે તથા કપાળ પર ગંભીર ઈજા થતાં સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન ગત તારીખ 04/01/2023નાં રોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ધર્મેશભાઈ અમરસિંગભાઈ ગામીતનાંએ ડોલવણ પોલીસ મથકે વેગેનારનાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application