Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સૈયદપુરામાંથી રૂ. ૫૦ હજારના ચરસ ઝડપાવાના બનાવમાં વોન્ટેડ નન્નુ લુકમાન ઝડપાયો

  • August 30, 2020 

સુરત એસ.ઓ.જીએ ગત બુધવારે સૈયદપુરા સાદત એપાર્ટમેન્ટના એક ફલેટમાં છાપો મારી રૂ.૫૦,૨૦૦ ની કિંમતના ૫૦૨ ગ્રામ ચરસ સાથે એક મહિલાને ઝડપી લીધી હતી. અગાઉ બે વખત ચરસ વેચતા ઝડપાયેલો મહિલાનો પતિ નન્નુ લુકમાન ફરી ચરસ વેચવા લાવ્યો હતો અને ઘરમાં છુપાવ્યું હતું. એસ.ઓ.જીએ વોન્ટેડ નન્નુ લુકમાનને ગતરાત્રે સૈયદપુરા માર્કેટ પાસેથી ઝડપી પાડી લાલગેટ પોલીસને સોંપ્યો હતો.

 

એસ.ઓ.જી.એ બાતમીના આધારે ગત બુધવારે લાલગેટ પોલીસ મથકની હદમાં સૈયદપુરા અદરૂસા દરગાહની સામે નવી ચાલ સાદત એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૧૦૧ માં છાપો મારી ઘરમાં બેડરૂમના ટેબલના ખાનામાં છુપાવેલો રૂ.૫૦,૨૦૦ ની કિંમતનો ચરસનો ૫૦૨ ગ્રામ જથ્થો કબ્જે કર્યો હતો. એસ.ઓ.જીએ ત્યાંથી ૪૫ વર્ષિય ફરજાના નીયાઝઅલી ઉર્ફે નન્નુ લુકમાન સૈયદને ઝડપી પાડી એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૫૫,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

ફરજાનાની પુછપરછ કરતા ચરસનો જથ્થો તેનો પતિ વેચવા લાવ્યો હોવાની કબૂલાત કરતા એસ.ઓ.જીએ તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.તે દરમ્યાન એસઓજીએ બાતમીના આધારે વોન્ટેડ  નન્નુ લુકમાનને મોડીરાત્રે સૈયદપુરા માર્કેટ પાસેથી ઝડપી પાડી લાલગેટ પોલીસને સોંપ્યો હતો.અગાઉ વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૮ માં એસ.ઓ.જીના હાથે જ સલાબતપુરા વિસ્તારમાં ચરસના જથ્થા સાથે ઝડપાયો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News