પટણાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું એન્જિન બગડ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પટણા એરપોર્ટથી ઉડાન ભર્યાની માત્ર ત્રણ જ મિનિટ બાદ આ ખામી સામે આવી હતી જેના પગલે વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું. પાઈલટે આ દરમિયાન સમજદારી પૂર્વકની કામગીરી કરી હતી. પટણા એરપોર્ટનાં ડિરેક્ટરે આ ઘટનાની પુષ્ટી કરી છે. વિમાનમાં સવાર તમામ 180 યાત્રીઓ સુરક્ષિત હોવાની માહિતી અપાઈ છે. જોકે વિમાનનાં એન્જિનમાં ખામી સર્જાઈ હોવાના અહેવાલ સામે આવતા જ તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું કે દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-2433એ ઉડાન ભર્યાના 3 જ મિનિટ બાદ એન્જિનમાં ખામી સર્જાઈ હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ વિમાનને સવારે 9:11 વાગ્યે પટણા એરપોર્ટ પર જ તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું. એરપોર્ટ પર હાલ તમામ વિમાનોનું સામાન્ય રીતે જ ઓપરેશન ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application