Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાસિકનાં શિરગાંવ ગામ પાસે ભારતીય વાયુસેનાનું સુખોઈ ફાઈટર પ્લેન ક્રેશ થયું

  • June 05, 2024 

ભારતીય વાયુસેનાનું એક સુખોઈ ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટના મહારાષ્ટ્રનાં નાસિકમાં બની છે. પ્લેન શિરગાંવ ગામ પાસે એક ખેતરમાં ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશની ઘટનાને લઇને નાસિક રેન્જનાં સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ ડી.આર.કરાલેએ જણાવ્યું કે, સુખોઈ Su-30 MKI એરક્રાફ્ટના પાઈલટ અને કો-પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. અધિકારીએ જણાવ્યું કે, વિમાન વિંગ કમાન્ડર બોકિલ અને તેમના સેકન્ડ ઇન કમાન્ડ બિસ્વાસ દ્વારા ઉડાડવામાં આવી રહ્યું હતું.


અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી, જેને કાબુમાં કરી લેવામાં આવી છે. બંને પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને તેમને સામાન્ય ઇજાઓ થઇ હતી તેથી તેમને HAL હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય વાયુસેના, HAL સિક્યુરિટી અને HAL ટેકનિકલ યુનિટની ટીમોએ સ્થળની મુલાકાત લીધી હતી. રશિયન સુખોઈ Su-30 MKI ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી વિમાન માનવામાં આવે છે.


ભારતીય વાયુસેના પાસે 272 સક્રિય Sukhoi Su-30 MKI છે, આ એરક્રાફ્ટમાં બે એન્જિન અને બે પાઈલટ માટે બેઠક છે. આમાંના કેટલાક એરક્રાફ્ટને સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ લોન્ચ કરવા માટે અપગ્રેડ પણ કરવામાં આવ્યા છે. સુખોઈ એરક્રાફ્ટ 3,000 કિલોમીટર સુધી અટેક કરી શકે છે. જ્યારે તેની ક્રૂઝ રેન્જ 3,200 કિલોમીટર સુધી છે અને કોમ્બેટ રેડિયસ 1,500 કિલોમીટર છે. વજનમાં ભારે હોવા છતાં, આ ફાઇટર પ્લેન તેની હાઇ સ્પીડ માટે જાણીતું છે. આ એરક્રાફ્ટ 2,100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ઉડાન ભરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application