Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત સુબિર તાલુકાના બરડીપાડા ગામે આયુષ મેળો યોજાયો

  • November 04, 2023 

માહિતી વિભાગ, ડાંગ : ભારત સરકારશ્રી દ્વારા 'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૩'ની ઉજવણી "આયુર્વેદ ફોર વન હેલ્થ"ની થીમ, અને 'હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ' થીમ ઉપર સુબીર તાલુકાના બરડીપાડા ગામે વલસાડ-ડાંગના સાંસદના અધ્યક્ષ સ્થાને આયુષ મેળો યોજાયો હતો. ડાંગ જિલ્લાની ભૂમિમા અનેક જડીબુટ્ટીઓ આવેલી છે. અહીં વિવિધ જગ્યાએથી લોકો આયુર્વેદિક ઉપચાર માટે આવે છે. ત્યારે લોકો દ્વારા પણ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવામા આવે તે માટે સંસદ સભ્ય આયુર્વેદિક દવાઓ અને દવાખાનાનો લાભ લેવા સ્થાનિક લોકોને અનુરોધ કર્યો હતો.



આ પ્રંસગે જિલ્લા પંચાયત પ્રમુખએ  આયુર્વેદિક દવાઓનુ મહત્વ સમજાવી, ડાંગ જિલ્લાના લોકોને આયુર્વેદિક પદ્ધતિઓ અપનાવવાની સાથે, નવનિર્મિત આયુર્વેદિક દવાખાનાનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રંસગે માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા સદસ્યએ જણાવ્યુ હતુ કે, આયુર્વેદિક દવાઓ લોકો માટે ઉપયોગી થાય તે માટે સરકાર સતત પ્રયત્નશિલ રહી છે, ત્યારે શરીરની બીમારીના ઉપચાર માટે આયુર્વેદિક દવાઓનો જ ઉપયોગ કરવા માટે લોકોને આહવાન કર્યું હતુ. જિલ્લા આયુષ અધિકારી વૈદ્યએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.



તેમજ આહવા ખાતે ઉપસ્થિત આયુર્વેદિક દવાખાનાનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. વિકાસશીલ તાલુકાની જોગવાઈ વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ડાંગ જિલ્લામા ભગત મંડળીઓ માટે દવા બનાવવાના મશીન અને સાધન સામગ્રી માટેની યોજના અંતર્ગત ડાંગ જિલ્લા ભગત મંડળીઓને સાધન સહાયના પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા. તેમજ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની જોગવાઈ હેઠળ અને ૨૦૨૩-૨૦૨૪ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા જિલ્લા પંચાયત ખાતે પંચકર્મના સાધન અને ફર્નિચર માટેની સહાયના પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા.



ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લેવામા આવી હતી. આયુષ મેળામા આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનુ નિદાન-સારવાર કેમ્પ, પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, જીરિયાટ્રીક ઓપીડી, રોગોથી બચવા માટે આયુર્વેદ શરબત, અને નાગલીના સુપનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. તેમજ તમામ દર્દીઓને હોમિયોપેથિક દવાઓ વિતરણ કરવામા આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application