સુરતના રિંગરોડ શ્રી મહાલક્ષ્મી માર્કેટમાં મોહિન્દર એન્ટરપ્રાઈઝના નામે ધંધો કરતા વેપારી પાસેથી અમદાવાદના વેપારીએ કુલ રૂપિયા ૩૭.૯૮ લાખનો કાપડનો માલ ખરીદ્યા બાદ સમયસર પેમેન્ટ નહી આપી વેપારીએ ઉઘરાણી કરતા ઓછો અને ખરાબ માલ પરત મોકલી બાકીના નિકળતા રૂપિયા 13.92 લાખ નહી ચુકવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઘોડદોડ રોડ કાકડીયા કોમ્પ્લેક્ષની પાછળ શંશાક એપાર્ટમેન્ટમાં રહેતા રમેશકુમાર ચાનનદાસ નંદવાની (ઉ.વ.૬૩) રિંગરોડ ક્ષી મહાલક્ષ્મી ટેક્ષટાઈલ માકેટમાં મોહિન્દર એન્ટરપ્રાઈઝ અને રેશમા ક્રિએશનના નામથી દુકાન ધરાવે છે. રમેશકુમાર પાસેથી ગત તા.૨૩ જાન્યુઆરી ૨૦૧૬ થી ૧ એપ્રિલ ૨૦૧૮ સુધીમાં અમદાવાદ વાણીજ્ય ભવનની પાછળ સુમેલ બિઝનેશ પાર્કમાં પાર્થ એન્ટરપ્રાઈઝ (એચ.યુ.એફ)ના નામે ધંધો કરતા અંકિત સેવંતીલાલ શાબએ કુલ રૂપિયા ૩૭,૯૮,૯૮૭/-નો કાપડનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા રમેશકુમારે ઉઘરાણી કરતા અંકિતે પેમેન્ટ બદલામાં ઓછો તેમજ ખરાબ માલ પરત મોકલી આપી રૂપિયા ૧૩,૯૨,૩૭૬/-નું પેમે્ન્ટની અવાર-નવાર માંગણી કરવા છતાંયે ચુકવ્યા ન હતા અને ઉપરથી રમેશકુમાર ઉપર ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હવે પછી પેમેન્ટની ઉઘરાણી કરી તો ગુંડાઓ મોકલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે રમેશકુમારની ફરિયાદ લઈ અંકિત શાહ સામે ગુનો નોધી આગળ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500