કઠલાલ-નડિયાદ રોડ પર કઠલાલ ઓવરબ્રિજ પાસે ટ્રેલરની અડફેટે ઝાલભાઈની મુવાડીના એક્ટિવા ચાલક વકીલનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ચાલક પર ટ્રેલર ફરી વળતાં વ્યક્તિના શરીરના બે ભાગ થઈ ગયા હતા. ગમખ્વાર અકસ્માત અંગે કઠલાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝાલભાઈની મુવાડીમાં રહેતા વકીલ અરવિંદભાઈ ધનાભાઈ ચૌહાણ સોમવારે સવારે કઠલાલથી નડિયાદ તરફ જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલા ટ્રેલર ચાલકે પુરઝડપે ઓવરટેક કરવા જતા તેમની એક્ટિવાને અડફેટે લીધી હતી. ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવા ચાલક અરવિંદભાઈ ટ્રેલરના વચ્ચેના વ્હીલમાં આવી જતાં તેમના શરીરના બે ભાગ થઈ ગયા હતા. તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે કઠલાલ પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application