કર્ણાટકનાં કારવારમાં પરિવારની ભુલના કારણે બાળકીએ જીવ ખોવાનો વારો આવ્યો છે. 8 માસની બાળકીએ ભુલથી મોબાઈલ ચાર્જર મોઢામાં નાખતા જોરદાર કરંટના કારણે તેનું મૃત્યુ થયું છે. બાળકીનું નામ સાનિધ્ય છે. સાનિધ્યના માતા-પિતાનું નામ સંતોષ અને સંજના છે.
મળતા અહેવાલો મુજબ પરિવારના સભ્યએ મોબાઈલ ચાર્જમાં મુક્યો હતો... પરિવારના સભ્યે મોબાઈલ ચાર્જ થાય બાદ મોબાઈલ તો કાઢી લીધો પણ સોકેટનું સ્વિચ બંધ કરવાનું ભુલી ગયો... આ દરમિયાન બાળકીના હાથમાં ચાર્જરનો વાયર આવી ગયો હતો... ફુલ જેવી બાળકીને શું ખબર કે આ ચાર્જરનો વાયર તેનું મોતનું કારણ બનશે... બાળકીએ રમત-રમતમાં ચાર્જરનો વાયરલ મોઢામાં નાખતાં જ તેણીને જોરદાર કરંટ લાગ્યો હતો. માતા-પિતા સાનિધ્યને તુરંત બાઈક પર નજીકની હોસ્પિટલમાં લઈ ગયા... જોકે હોસ્પિટલના ડોક્ટરોએ તમામ પ્રયાસો કર્યા છતાં નાની બાળકીને ન બચાવી શક્યા... હોસ્પિટલમાં જ બાળકીને મૃત જાહેર કરવામાં આવી... દરમિયાન ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ આ મામલે ફરિયાદ નોંધી છે અને આગલની તપાસ કરી રહી છે.
આ ઘટના તમામ માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો છે... જો લોકો મોબાઈલ ચાર્જ કર્યા બાદ ચાર્જરને વીજળીના બોર્ડમાં જ લગાવીને રાખતા હોય છે અને સ્વિચ બંધ કરવાનું પણ જરૂરી સમજતા નથી, તેવા લોકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. કારવારમાં એક પરિવારે સામાન્ય બેદરકારીના કારણે 8 માસની બાળકીને ખોઈ દીધી... આવી નાની બેદરકારી મોટાભાગના ઘરોમાં જોવા મળે છે... તેથી જો ઘરમાં નાનું બાળક હોય તો જરૂર ધ્યાન રાખો કે, કોઈપણ ઈલેક્ટ્રીક ઉપકરણ તેના હાથમાં ન આવે... ઉપરાંત આવી દુર્ઘટનાઓથી બચવા માટે જરૂરી છે કે, લેપટોપ હોય કો મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક્સ આઈટમ... ઉપયોગ બાદ વીજળીની સ્વિચ બંધ કરવાની આદત પાડો..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500