Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમૂલનું ઐતિહાસિક ટર્નઓવર 12,880 કરોડને પાર પહોંચ્યું

  • April 03, 2024 

આણંદમાં આવેલી અમૂલ ડેરીએ સ્થાપના બાદથી ઐતિહાસિક છલાંગ લગાવી છે. અમૂલનું ઐતિહાસિક ટર્નઓવર અંદાજિત રૂપિયા ૧૨,૮૮૦ કરોડને પાર થયું છે. અમૂલ ડેરીના ઈતિહાસમાં નાણાકીય વર્ષ 2023-24 દરમ્યાન પ્રથમ વાર અમૂલનું અંદાજિત ટર્નઓવર રૂપિયા ૧૨,૮૮૦ કરોડને પાર પહોંચ્યું છે. જે પાછલા વર્ષની સરખામણીમાં અંદાજિત ૯% વધારો બતાવે છે.  અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે માહિતી આપી કે, પશુપાલકોને ચાલુ વર્ષે રૂા. ૧૦૦૦થી વધુ જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ આપ્યો છે. જે ગત વર્ષની સરખામણીમાં ૧૧ ટકાનો વધારો છે.


અમૂલે ૧૭૩ કરોડ કિલોથી વધુ દૂધની વાર્ષિક સંપાદન કર્યું, જે પાછલા વર્ષની સરખામણીમાં ૧૫% નો વધારો દર્શાવે છે. 3 લાખથી વધુ સેક્સ-સૉર્ટેડ વીર્યનો ઉપયોગ અને 60,000 થી વધુ HGM પાડી – વાછરડીનો જન્મ થયો છે. તેમણે વધુમાં કહ્યું કે, પશુપાલકોને 525 કરોડથી વધુ બોનસ ફેર આપવામાં આવશે. પશુપાલકોને સારો ભાવ ફેર મળે તે માટે અમૂલ કટિબદ્ધ છે. અમૂલ દ્વારા કેટલફીડનો એક પણ વાર ભાવ વધાર્યો નથી. વર્ષમાં ત્રણ વખત પશુપાલકોને દૂધના ભાવમાં વધારો આપ્યો છે. દૂધ ઉત્પાદન વધારવા હવે પશુઓમાં પણ જોડકા અવતરશે.


ગત વર્ષે એક રિપોર્ટ આવ્યો હતો કે, ગુજરાતના તમામ ડેરી સહકારી સંઘની મધ્યસ્થ સંસ્થા અને અમૂલ બ્રાન્ડનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) દેશની સૌથી મોટી બ્રાન્ડ બની છે. 1973માં માત્ર 6 સભ્યો અને રૂ.121 કરોડના ટર્નઓવર સાથે શરૂ કરાયેલી જીસીએમએમએફ હાલમાં ગુજરાતમાં 18 સભ્ય સંઘ ધરાવે છે અને 3 કરોડ લીટરથી વધારે દૂધ એકત્રિત કરે છે. રૂ.72,000 કરોડ (9 અબજ યુએસ ડોલર)નું ટર્નઓવર કરીને અમૂલ ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ બની છે. વર્તમાનમાં સમગ્ર વિશ્વમાં અમૂલ 8મા નંબરની સૌથી મોટી ડેરી સંસ્થા છે. તેણે વર્ષ 2022-23માં ગ્રૂપ ટર્નઓવરમાં વધુ રૂ.11,000 કરોડનો ઉમેરો કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application