Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીનાં સંસ્કાર ભારતી હાઈસ્કુલ ખાતે અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

  • March 12, 2021 

તા.૧૨મી માર્ચ, ૧૯૩૦ના દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દાંડીયાત્રા શરૂ કરી હતી. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમદાવાદથી આઝાદી મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ શરૂ કરી રહયાં છે. તા.૧૨મી માર્ચે સાબરમતી આશ્રમથી પદયાત્રીઓ દાંડીકૂચ કરી, તા.૬ઠૃી એપ્રિલે નવસારી જિલ્લાના દાંડી ખાતે આવી પહોંચશે. નવસારી સંસ્કાર ભારતી હાઇસ્કુલ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. નાયબ મુખ્‍ય દંડકએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તેમજ પુષ્પાંજલિ અર્પી હતી.

 

 

 

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલે જણાવ્યું હતું કે, દાંડીકૂચ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસનમાં સામે કરવામાં આવેલી અહિંસક સવિનય કાનૂનીભંગની ચળવળ હતી. ૧૨મી માર્ચથી ૬ઠૃી એપ્રિલ-૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુધ્ધ અહિંસક આંદોલન હતું. ૩૮૬ કિ.મી.અંતર કાપીને પદાયત્રીઓ આવ્યા હતાં. ૬ઠૃી એપ્રિલના ૧૯૩૦ના રોજ નવસારી જિલ્લાના દાંડી ખાતે સવારે ૬-૩૦ વાગે ચપટી મીઠું હાથમાં લઇ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.

 

 

 

વધુમાં નાયબ મુખ્ય દડકએ મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતાં. આપણું ગામ મહોલ્લો સ્વચ્છ રહે તો ખરા અર્થમાં આઝાદી મળી તેમ જણાવ્યું હતું. આઝાદીના લડાઇમાં આપણા પૂર્વજાએ ખૂબ જ મહેનત કરી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, દરેક વોર્ડમાં સ્વચ્છતા રાખવા માટે સૌના સહયોગ સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

 

 

 

વલસાડના કોલેજના પ્રોફેસર નાયકે પૂ.મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા તેમજ દાંડીયાત્રા વિશેની જીવન ઉપયોગી  માર્ગદર્શન પૂરું પાડયું હતું. સાબરમતિ આશ્રમ અમદાવાદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં આયોજીત અમૃત મહોત્સવ ઉજવણી શુભારંભ કાર્યક્રમ અને દાંડીયાત્રા પ્રસ્થાન કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

 

 

 

કાર્યક્રમના પ્રારંભમાં શાળાના વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના દેશભકિત, હુડો નૃત્ય રજૂ કર્યા હતાં. કાર્યક્રમના અંતે સંસ્કાર ભારતી હાઇસ્કુલના આચાર્ય પ્રિતેષ ગજેરાએ આભારવિધિ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application