Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવા પૂર્વ સરથાણા ઝોન વિસ્તારમાં શિક્ષણ રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને 'અમૃત કળશ યાત્રા' યોજાઈ

  • October 04, 2023 

રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત 'મારી માટી મારો દેશ' અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને 'અમૃત કળશ યાત્રા' યોજાઈ હતી. જેમાં મંત્રીશ્રી અને મહાનુભાવોએ શહેરીજનો પાસેથી યાત્રા દરમિયાન ઘરે-ઘરે માટી-ચોખા એકત્રિત કર્યા હતા, ઉપરાંત પંચ પ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કળશયાત્રા શ્યામધામ મંદીર, સરથાણા જકાતનાકા, સીમાડાનાકા અને નાના વરાછા પ્રાથમીક શાળા નં.૯૯ (કવિવરશ્રી રવીન્દ્ર ટાગોર પ્રાથમિક શાળા)/૧૦૦ (કવિશ્રી ઉમાશંકર જોષી પ્રાથમિક શાળા) પર સ્થાનિક નગરજનો દ્વારા અને શાળાના બાળકો અને બાળીકાઓ દ્વારા ફુલોથી રથનું સ્વાગત કરાયું તથા કળશમાં ચપટી ચોખા અને મુઠ્ઠીભર માટી અર્પણ કરવામાં આવ્યા.



તેમજ અમૃત કળશ યાત્રાની ફરતે ગરબા રમી બાળકો, શિક્ષકો, સદસ્યોએ વિદાય આપી હતી. વોર્ડ નં.૦3 (વરાછા–સરથાણા–સીમાડા–લસકાણા)માં લસકાણા પ્રાથમીક શાળા ખાતેથી સવારે ૦૯:૧૫ કલાકે "અમૃત કળશ યાત્રા"ને પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજ કલ્યાણ, સંસ્કૃતિક સમિતિના વાઈસ ચેરમેન, કોર્પોરેટર તથા નવો પૂર્વ(સરથાણા)ઝોનના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૦૨ (અમરોલી–મોટા, વરાછા–કઠોર)માં લજામણી ચોકથી મહાદેવ ચોક થઈ શાળા નં.૩૫૩(મહારાજા ભગવતસિંહજી પ્રાથમિક શાળા)/ફાયર સ્ટેશન થઈ મોટાવરાછા વોર્ડ ઓફીસ, ગામતળ (મંદીર સ્ટ્રીટ) થઈ શાળા નં.૩૦૯ (શ્રી ગુસાંઈજી પ્રાથમિક શાળા)થી રામ ચોક સુધી રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવી, જેમાં કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા ફુલોથી રથનું સ્વાગત કરવામાં આવ્યું અને ઉપરોક્ત તમામ જગ્યાએ કળશમાં ચપટી, ચોખા અને મુઠ્ઠીભર માટી અર્પણ કરવામાં આવ્યા. ત્યારબાદ રામચોક પર શાળાના બાળકો, સ્થાનિક રહીશો દ્વારા ''અમૃત કળશ યાત્રા''ની પુર્ણાહુતિ કરવામાં આવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application