નવસારીના આમરી ગામના અનસાંડુ ફળિયાના બંધ મકાનમાં રાત્રી દરમ્યાન થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં રૂરલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત ૩૦મી જુનના મધ્ય રાત્રીના એક વાગ્યાથી ચાર વાગ્યાના અરસામાં નવસારી તાલુકાના આમરી ગામના અનસાંડુ ફળિયામાં આવેલ નીરજકુમાર અનિલભાઈ નાયકના બંધ મકાનમાં તસ્કરોએ દરવાજાનું તાળુ તોડી કબાટ માંથી રોકડા રૂપિયા પાંચ હજાર અને સિક્કાઓની ચોરી કરી લઇ ગયા હતાં.
જે અંગે મકાન માલિક અનિલભાઈ બહારગામ રહેતા હોય તેમના મિત્ર કિરણભાઈએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર પ્રેમસિંગ નાયકડાભાઈ ઓવસીયા (ઉ.વ.૪૫., હાલ રહે.ધારાગીરી ગામ, ભરત લુહારના લાકડાના ગોડાઉનમાં, નવસારી. મૂળ રહે.મધ્ય પ્રદેશ) ગોવિંદ ઈગલસિંહ ચૌહાણ (ઉ.વ.૨૩., હાલ રહે.ભરવાડ વાસની બાજુમાં, વિઠ્ઠલ મંદિર પાસે, વિજલપોર, નવસારી. મૂળ રહે.મધ્યપ્રદેશ) અને ભીખા સરદાર ચૌહાણ (ઉ.વ.૨૪., હાલ રહે.ધારાગીરી ગામ, નવસારી. મૂળ મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઈ.એ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500