Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક છાપરાંમાં ઘૂસી જતાં 8નાં ઘટના સ્થળે મોત

  • August 10, 2021 

અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી 8 કિલોમીટર દૂર ગતરોજ મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત બન્યો હતો, જેમાં એક જ પરિવારના 4 વ્યકિત સહિત કુલ 8 લોકોનાં મોત થયા હતા. બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સાવરકુંડલાથી પીપાવાવ-જાફરાબાદ તરફ વ્હીકલ ટો કરવા જઈ રહેલો એક ટ્રક બાઢડા નજીક પહોંચ્યો હતો. તે સમયે ડ્રાયવરને ઝોકું આવી જતાં ટ્રક પુરઝડપે જ રોડ ક્રોસ કરી 3 ફૂટ નીચે સરકીને ત્યાં છાપરાં બાંધીને રહેતા શ્રમિક પરિવારના છાપરામાં ટ્રક ઘૂસી જતા ત્યાં ભર ઊંઘમાં સુતેલા લોકો ઉપર આ ટ્રક ચઢી જતા 2 સગા ભાઈ, 1 યુવતી, 1 યુવક, શ્રમિક દંપતી અને તેની 2 પુત્રીએ સ્થળ પર જ જીવ ગુમાવી દીધો હતો, જયારે તેનાં અન્ય 2 બાળકો પણ ગંભીર રીતે ઘવાયા હતા. ગતરોજ એક ક્રેન ટ્રક નંબર જીજે/18/એચ/9168 સાવરકુંડલા તરફથી જાફરાબાદ તરફ જતો હતો. એવામાં મોડી રાત્રે લગભગ અઢી વાગ્યના અરસામાં બાઢડા ગામે રેલ ફાટકથી 200 મીટર દુર પહોંચ્યો ત્યારે ટ્રક ચાલકે પોતાનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડ સાઈડમાં દત્ત હોટલ પાસેના છાપરાંમાં ઘૂસી ગયો હતો. ત્યાં પતરા બાંધીને રહેતા લુવારીયા પરિવારના સભ્યો અને મહેમાનો ખાટલા પર અને નીચે ગાઢ નિંદ્રામાં સુતા હતા એવામાં તેમના પર ટ્રક ચડી જતાં 10 માંથી 8 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

 

 

 

 

 

ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ તેમજ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતકોને પીએમ માટે તેમજ ઈજાગ્રસ્ત બે બાળકોને અમરેલી ખસેડયા હતા. જયારે 8 લોકોનો ભોગ લેનાર ટ્રકનો ચાલક પ્રવિણભાઈ દેવાભાઈ પરમાર (ઉ.વ.24, રહે.રાજકોટ) ને ભાગી જાય તે પહેલાં જ સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આ અકસ્માત થતા જિલ્લામાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

 

 

 

 

 

અકસ્માતમાં જીવ ગુમાવનાર 8 લોકોના નામ

1.પૂજાબેન હેમરાજભાઈ સોલંકી (ઉ.વ.08),

2.લક્ષ્મીબેન હેમરાજભાઈ સોલંકી (ઉ.વ.30),

3.શુકનબેન હેમરાજભાઈ સોલંકી (ઉ.વ.13),

4.હેમરાજભાઈ રઘાભાઈ સોલંકી (ઉ.વ.37),

5.નરશીભાઈ વસનભાઈ સાંખલા (ઉ.વ.60),

6.નવઘણભાઈ વસનભાઈ સાંખલા (ઉ.વ.65),

7.વિરમભાઈ છગનભાઈ રાઠોડ (ઉ.વ.35) અને

8.લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઈ રાઠોડ (ઉ.વ.20). 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application