અમરેલીનાં ગારિયાધાર ફિફાદ રોડ પર ઓવરલોડ કપાસ ભરેલો ટ્રક પલ્ટી મારી જતાં કેબિન પર બેઠેલા કુલ 6 મજુરો પૈકી 3 મજૂરો ટ્રક નીચે ચગદાઈ જતાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જયારે આ મજૂરોના મૃતદેહને કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી. ગારિયાધારની વિશ્વાસ જિનિંગ મીલમાં રહેતા 6 પરપ્રાંતીય મજુરોને લઈને ટ્રક ચાલક ગામડે કપાસ ભરવા ગયો હતો. ત્યાંથી સવા ત્રણસો મણ કપાસ ભરીને આ ટ્રક ગારિયાધાર જિનિંગ ફેકટરી તરફ પરત ફરી રહ્યો હતો. આ સમયે 3 મજુરેો ડ્રાઈવર કેબિન પર બેઠા હતા. ત્યારબાદ ટ્રક ફીફાદ ગામ નજીક પુલ પર ટ્રક આવતા જ ટ્રકે સ્હેજ જમ્પ મારતા જ કમાન તૂટી ગઈ હતી અને એની સાથે જ ટ્રક ચાલકે કાબૂ ગૂમાવી દીધો હતો.
જેના કારણે ટ્રક પલટી મારી ગયો હતો. બનાવ બનતા ટ્રક ઉપર બેઠેલા મજુરો ફેકાઈ ગયા હતા. આ પૈકીના ત્રણ મજુર નવલ સદા, મોહન પુરન મુખીયા, ઈદલ કુમાર સહાની કપાસની નીચે દબાઈ ગયા હતા. જે ત્રણેયના મોત નીપજ્યા હતા. બનાવના કારણે રસ્તા પર વાહનોને ચાલવામાં ભારે અવરોધ પેદા થયો હતો. ચગદાઈ ગયેલા મજૂરોને કપાસની નીચેથી કાઢવા માટે JCB મશીન બોલાવવામાં આવ્યું હતુ. તેમજ ટ્રકને ઉભો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કેબીનમાં બેઠેલા પવનભાઈ કામતને ઈજા થઈ હતી. જયારે અન્ય મજુરો અને ચાલક વારાફરતી કેબિન બહાર નીકળ્યા હતા. જેને નાના મોટી ઈજા થતાં સારવારમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે મજુરે ટ્રક ચાલક ઈરફાન વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application