Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં વિદ્યાર્થીઓ, યુવાનો, નાગરિકો તથા વાહન ચાલકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમોનુ આયોજન

  • February 12, 2021 

ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી તરફથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ માર્ગ સલામતિ મંથની ઉજવણી કરવામાં આવી રહેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જીલ્લામાં પણ વિદ્યાર્થીઓથી લઈને યુવાનો, નાગરિકો તથા વાહન ચાલકોમાં ટ્રાફિક અંગે જાગૃત કરવા માટે વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માર્ગ સલામતી સપ્તાહને લઈને તાજેતરમાં વિવિધલક્ષી દક્ષિણાપથ વિદ્યાલય, વ્યારા તથા એસ.ટી.ડેપો સોનગઢ ખાતે રોડ સેફ્ટી અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

 

 

 

આ પ્રસંગે ટ્રાફિક પોલીસના અધિકારીઓ તેમજ વિદ્યાલયના આચાર્ય તથા શૈક્ષણિક સ્ટાફ, એસ.ટી.ડેપો મેનેજર અને ટેકનિકલ સ્ટાફ દ્વારા માર્ગ સલામતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ટ્રાફિક તથા સલામતિ અંગે નિયમો અને સુરક્ષા અંગ જાણકારી આપી હતી.

 

 

 

આ ઉપરાંત નવા મોટર વાહન અધિનિયમ, વાહનોના દંડ તથા ડ્રાઈવીંગ લાયસન્સને લગતા નિયમોની માહિતી આપવામાં આવી હતી. તેમજ હેલ્મેટ ફરજીયાત પહેરવા, સીટ બેલ્ટ બાંધવા, રોંગ સાઈડ ડ્રાઈવીંગ ન કરવું, ડ્રીંક કરીને ડ્રાઈવ ન કરવું જોઈએ, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવો તેમજ રોડ પરનાં વિવિધ સાઈન બોર્ડ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને રોડ સેફ્ટીને લગતા પેમ્પ્લેટ્સની વહેંચણી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application