અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની જાણકારી બીગ બીએ પોતે ફેન્સને સોશિયલ મીડિયા પર આપી છે. અમિતાભ બચ્ચને ટ્વીટર પર લખ્યું, હું બસ થોડા સમય પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેવો. અમિતાભ બચ્ચન હાલમાં ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ 14' હોસ્ટ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચન બીજી વખત કોરોનાની લપેટમાં આવ્યા છે. દેશમાં કોરોના જ્યારે ચરમસીમાએ હતો ત્યારે અમિતાભ ઉપરાંત અભિષેક, એશ્વર્યા અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત થયા હતા. આ ગેમ શો દરમિયાન અમિતાભ બચ્ચન ઘણા સ્પર્ધકોના સંપર્કમાં આવે છે.
આવી સ્થિતિમાં તેને કેવી રીતે સંક્રમિત થયા તે કહેવું મુશ્કેલ છે. અમિતાભ બચ્ચન પોતાને ફિટ રાખવા માટે ઘણા બધા કામ કરે છે. તે કોરોના વાયરસના સમયમાં પણ પોતાનું ખૂબ ધ્યાન રાખતા હતા. 'KBC 14'ના સેટ પર અમિતાભ બચ્ચન પણ ખૂબ જ સાવધ હતા તેમ છતાં પણ તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા છે.
અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ આજકાલ બીજા પણ અનેક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ તેઓ અજય દેવગનની ફિલ્મ 'રનવે-34'માં નજર આવ્યા હતા. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ કમાલ ન કરી શકી.
ત્યારબાદ તેઓ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં નજર આવશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. 'KBC 14'ના શૂટની વાત કરીએ અમિતાભ બચ્ચન આ લોકપ્રિય ક્વિઝ શૉનું શૂટ કરશે કે નહીં તે તો સમય જ બતાવશે. કારણ કે કોરોના સંક્રમિત થઈ ગયો છે. જો જોવામાં આવે તો આ શોને કારણે મેકર્સને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500