Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રનાં રાજકીય સંકટ વચ્ચે સંજય રાઉતને EDની નોટિસ મળી

  • June 27, 2022 

મહારાષ્ટ્રનાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતને ઈડીની નોટિસ મળી છે. સંજય રાઉતને 28 જૂનના રોજ એટલે કે, આવતી કાલે EDનાં કાર્યાલય ખાતે પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ, જમીન કૌભાંડને લગતા એક કેસ મામલે EDએ સંજય રાઉતને સમન્સ પાઠવ્યું છે. પ્રવીણ રાઉત તથા પાત્રા ચાલ જમીન કૌભાંડ સાથે સંકળાયેલા કેસ અંતર્ગત સંજય રાઉતને સમન મોકલવામાં આવ્યું છે.




શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સંજય રાઉતને મોકલવામાં આવેલા સમન મામલે ED પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ભાજપની પરમ ભક્તિનું સૌથી મોટું ઉદાહરણ રજૂ કરતું ED ડિપાર્ટમેન્ટ. સંજય રાઉતે ટ્વિટમાં લખ્યું હતું કે, ઈડીએ મને સમન મોકલ્યું છે. અમે સૌ બાલા સાહેબનાં શિવસૈનિકો મોટી લડાઈ લડી રહ્યા છીએ. આ ષડયંત્ર ચાલી રહ્યું છે.



EDએ અગાઉ પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી. તે સંજય રાઉતનો નજીકનો માણસ હોવાનું માનવામાં આવે છે. EDએ તાજેતરમાં જ પ્રવીણ રાઉત સાથે સંકળાયેલી 11 કરોડની સંપત્તિ અટેચ કરી હતી. બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદેના જૂથની 2 અલગ અલગ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ છે. એક અરજી એકનાથ શિંદેએ દાખલ કરી છે જ્યારે બીજી અરજી બળવાખોર ધારાસભ્ય ભરત ગોગાવલે તરફથી કરવામાં આવી છે.



બંને અરજીઓમાં ડેપ્યુટી સ્પીકરનાં નિર્ણયને પડકારવામાં આવ્યો છે. સૌથી પહેલા તો એ નોટિસને પડકારવામાં આવી છે જેમાં 16 બળવાખોરોની સદસ્યતા સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે શિંદેને નેતા પદેથી દૂર કરવા તથા અજય ચૌધરીને ચીફ વ્હિપ નિયુક્ત કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application