રાજ્ય શિક્ષકોની ખોટ સતત જોવા મળી છે. કેટલીક શાળાઓમાં એક જ શિક્ષકને બે ધોરણો ભણાવવા પડી રહ્યા છે. ગ્રામ્ય ક્ષેત્ર ઉપરાંત શહેરોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે ત્યારે શિક્ષકોની ખોટ હોવા છતાં પણ ઘણી જગ્યાઓ ખાલી હોવા છતાં પણ ભરવામાં નથી આવી રહી. શિક્ષકોની ખાલી જગ્યાનો આંકડો છે તે 2019 અને 2020ની સરખામણીમાં વધુ છે. એટલે કે આ વર્ષે સૌથી વધુ જગ્યા ખાલી જોવા મળી છે.
પ્રાઈવેટ સ્કૂલોમાં ઓછા પગારમાં શિક્ષકો નોકરી કરવા મજબૂર
રાજ્યમાં 14767 જગ્યાઓ ખાલી છે. અગાઉ વિપક્ષ દ્વારા અનેક સવાલો શિક્ષકોની જગ્યા ખાલી હોવાને લઈને ઉઠાવવામાં આવ્યા છે. શિક્ષકો દ્વારા પણ નવી ભરતીઓ સતત કરવામાં આવે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો છે છતાં પણ આ જગ્યાઓ ભરવામાં આવી રહી નથી જેના કારણે પ્રાઈવેટ સ્કૂલોમાં ઓછા પગારમાં શિક્ષકો નોકરી કરવા મજબૂર છે તો કેટલાકને બીએડ સહીતનો અભ્યાસ કરવા છતા પણ નોકરી નથી મળી રહી. ક્યારેક કોઈ પ્યૂન સહીતની વર્ગ ચારની જો જગ્યા બહાર પાડવામાં આવે તો પણ સારું ભણેલા લોકો એપ્લાય કરતા હોય છે. આ સ્થિતિ જોવા મળી રહી છે.
અગાઉ પ્રવાસી શિક્ષકો લેવાયા હતા
શિક્ષકો દ્વારા અગાઉ પણ ચૂંટણી પહેલા શિક્ષકોની ભરતીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે રાજ્ય સરકાર દ્વારા 10 હજાર પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જો કે, કેટલાક શિક્ષકો કોર્પોરેશન સહીતની સ્કૂલોમાં પણ અગાઉ હતા તે શિક્ષકોને પણ તેમાં સમાવી લેવામાં આવ્યા છે.
14767 શિક્ષકની ખાલી જગ્યા ક્યારે ભરાશે
રાજ્યની સરકારી શાળાઓમાં 14767 શિક્ષકની ખાલી જગ્યા ક્યારે ભરાશે તેને લઈને પણ સવાલો છે. છેલ્લા 4 વર્ષમાં 453 નવી સરકારી શાળાઓ ખોલવામાં આવી છે. જેના કારણે શિક્ષકોની જગ્યાઓ પણ ખાલી રહી જાય છે.
શિક્ષકોની ખાલી જગ્યા વર્ષ પ્રમાણે
વર્ષ - ખાલી જગ્યાનો આંકડો
- 2019 - 5709
- 2020-21 - 6393
- 2021-22 – 14761
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500