Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીન સાથેનાં તણાવ વચ્ચે અમેરિકાએ તાઈવાનને 1.1 બિલિયન ડોલરનાં હથિયાર વેચવાની મંજૂરી આપી

  • September 04, 2022 

ચીન સાથેનાં તણાવ વચ્ચે અમેરિકાએ તાઈવાનને લગભગ 1.1 બિલિયન ડોલરનાં હથિયાર વેચવાની મંજૂરી આપી દીધી છે. અમેરિકી સંરક્ષણ વિભાગ પેંટાગને શુક્રવારે જણાવ્યુ કે, આ હથિયારોમાં 60 એન્ટી-શિપ મિસાઈલ અને 100 એર-ટુ-એર મિસાઈલ સામેલ છે. અમેરિકાએ આ પેકેજની જાહેરાત ગયા મહિના અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ ઉચ્ચ અધિકારી નેન્સી પેલોસીની તાઈપે યાત્રા બાદ ચીનના આક્રમક વલણને જોતા કરી હતી. પેંટાગનનાં સંરક્ષણ સુરક્ષા સહકાર એજન્સી (DSCA)એ જણાવ્યુ કે, આ વેચાણમાં સાઈડવિંડર મિસાઈલ સામેલ છે.




જેનો ઉપયોગ એર-ટુ-એર અને સપાટી પર હુમલાનાં મિશન માટે કરવામાં આવશે. જેમાંથી અમુક 85.6 મિલિયન ડોલરના ખર્ચથી હાર્પૂન એન્ટિ શિપ મિલાઈલનો ખર્ચ લગભગ 355 મિલિયન ડોલર અને તાઈવાનની સર્વેલન્સ રડાર પ્રોગ્રામ માટે 665.4 મિલિયન ડોલરના લશ્કરી સાધનો સામેલ છે. અમેરિકી સીનેટની સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન યાત્રાને લઈને ચીન અકળાયુ હતુ. ચીને તાઈવાનની સરહદ નજીક યુદ્ધાભ્યાસનુ એલાન કરી દીધુ હતુ. તાઈવાને પણ આ એલાનનો વિરોધ કર્યો હતો. તાઈવાનને ચીન પોતાનો વિસ્તાર માને છે.




જ્યારે તાઈવાન પોતાને સ્વતંત્ર દેશ ગણાવે છે. અમેરિકાનાં તાઈવાનની સાથે સત્તાકીય રીતે રાજદ્વારી સંબંધ નથી. તે ચીનની વન પોલિસીનુ સમર્થન કરે છે પરંતુ અમેરિકા તાઈવાન રિલેશન્સ એક્સ હેઠળ તેને હથિયાર વેચે છે. આ કાયદામાં કહેવામાં આવ્યુ છે કે, અમેરિકા તાઈવાનની આત્મરક્ષા માટે જરૂરી મદદ કરશે. એવામાં ચીન નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસને સીધી રીતે વન ચાઈના પોલિસીને પડકાર તરીકે જુએ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application