Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતભરમાં અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે વાયુસેનાએ જાહેર કર્યુ ભરતી નૉટિફિકેશન, વાયુસેનાએ ડિટેલ પોતાની વેબસાઇટ પર મૂકી

  • June 19, 2022 

ભારતભરમાં અગ્નિપથ યોજનાને લઇને વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે ભારતીય વાયુસેનાએ ભરતી નૉટિફિકેશન બહાર પાડી દીધુ છે. અગ્નિપથ યોજનામાં અગ્નિવીરોની ભરતી માટે વાયુસેનાએ ડિટેલ પોતાની વેબસાઇટ પર મુકી દીધી છે. આ ડિટેલ અનુસાર, ચાર વર્ષની સેવા દરમિયાન અગ્નિવીરોની વાયુસેના તરફથી બીજી કેટલીય સેવાઓ આપવામાં આવશે, જે સ્થાયી વાયુસૈનિકોને મળનાર પ્રમાણે હશે. 


એરફોર્સની વેબસાઇટ પર અપલૉડ કરવામાં આવેલી જાણકારી અનુસાર,અગ્નિવીરોની સેલેરીની સાથે હાર્ડશિપ એલાઉન્સ, યૂનિફૉર્મ એલાઉન્સ, કેન્ટિન સુવિધા અને મેડિકલ સુવિધા પણ મળશે. આ સુવિધાઓ એક રેગ્યૂલર સૈનિકોને મળે છે. અગ્નિવીરોના સેવા કાળ દરમિયાન ટ્રાવેલ એલાઉન્સ પણ મળશે.


આ ઉપરાંત તેને વર્ષમાં 30 દિવસની રજા મળશે. તેના માટે મેડિકલ લીવની વ્યવસ્થા અલગ છે. અગ્નિવીરોને સીએસડી કેન્ટિનની સર્વિસ (ચાર વર્ષ) દરમિયાન જો મૃત્યુ થઇ જાય છે, તો તેના પરિવારને ઇન્શ્યૉરન્સ કવર મળશે, આ અંતર્ગત તેના પરિવારને લગભગ 1 કરોડ રૂપિયા મળશે.


વાયુસેનાએ કહ્યું કે,વાયુસેનામાં આની ભરતી એરફોર્સ એક્ટ 1950 અંતર્ગત 4 વર્ષ માટે થશે. વાયુસેનામાં અગ્નિવીરોની એક અલગ રેન્ક હશે, જે હાલમાં રહેલી રેન્કથી અલગ હશે. અગ્નિવીરોને અગ્નિપથ સ્કીમની તમામ શરતોને માનવી પડશે. જે અગ્નિવીરોની વાયુસેનામાં નિયુક્તિના સમયે ઉંમર 18 વર્ષથી ઓછી હશે, તેને પોતાના માતા-પિતા કે અભિભાવક પાસેથી પોતાની નિયુક્તિ પત્ર પર હસ્તાક્ષર કરાવવા પડશે. ચાર વર્ષની સેવા બાદ 25 ટકા અગ્નિવીરોને રેગ્યૂલર કેડરમાં લેવામાં આવશે. આ 25 ટકા અગ્નિવીરોની નિયુક્તિ સેવા કાળમાં તેની સર્વિસમાં પરફોર્મન્સના આધાર પર કરવામાં આવશે.વાયુસેના અનુસાર, અગ્નિવીર સન્માન અને એવોર્ડના હકદાર રહેશે. અગ્નિવીરોને વાયુસેનાની ગાઇડલાઇન્સ અનુસાર ઓનર્સ અને એવોર્ડ આપવામા આવશે. વાયુસેનામાં ભરતી થયા બાદ અગ્નિવીરોને સેનાની જરૂરિયાતો અનુસાર ટ્રેનિંગ આપવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application