Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીનની સાથે સરહદ વિવાદ અને પાકિસ્તાન સાથે સંબધોમાં તિરાડની વચ્ચે સંરક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય : રૂપિયા 45,000 કરોડ સૈન્ય ખરીદીને મંજૂરી આપી

  • September 16, 2023 

ચીનની સાથે સરહદ વિવાદ અને પાકિસ્તાન સાથે સંબધોમાં તિરાડની વચ્ચે સંરક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે રૂપિયા 45,000 કરોડના ખર્ચે વિભિન્ન મિલિટરી હાર્ડવેરને મંજૂરી આપી છે. જેમાં હવાથી જમીન પર ત્રાટકતી ધુ્રવાસ્ત્ર મિસાઇલ અને 12 એસયુ-30  એમકેઆઇ ફાઇટર જેટ પણ સામેલ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી ડિફેન્સ એક્વિઝન કાઉન્સિલ (ડીએસી)એ કુલ 9 ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, આ તમામ ખરીદી ભારતીય વિક્રેતાઓ પાસેથી કરવામાં આવશે. જેનાથી આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં ભારતીય સંરક્ષણ ઉદ્યોગને પૂરતા પ્રમાણમાં વેગ મળશે.



મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સુરક્ષા, ગતિશિલતા, હુમલાની ક્ષમતા વધારવા માટે ડીએસસીએ લાઇટ આરમર્ડ મલ્ટીપરપઝ વેહિકલ (એલએએમવી) અને ઇન્ટેગ્રેટેડ સર્વેલન્સ એન્ડ ટારગેટિંગ સિસ્ટમ (આઇએસએટી-એસ)ની ખરીદીને મંજૂરી આપી છે. ડીએસીએ તોપ અને રડારને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા અને તેની તૈનાતી માટે હાઇ મોબિલિટી વ્હીકલ (એચએમવી)ની ખરીદીને મંજૂરી આપી છે. મંત્રાલયે જણાવ્યું છે કે, ડીએસસીએ ભારતીય નેવી માટે આગામી પેઢીના સર્વેક્ષણ જહાજોની ખરીદીને પણ મંજૂરી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ડોર્નિયર વિમાનના અપગ્રેડને સુનિશ્ચિત કરવા માટે ઇન્ડિયન એરફોર્સના એક પ્રસ્તાવને પણ જરૂર મુજબ મંજૂરી આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application