પ્રત્યારોપણ માટે લિવર કોલ્હાપુરથી પુણેની રૂબી હોલ ક્લિનિક જઇ રહેલી એમ્બ્યુલન્સનો પુણે-સાતારા હાઇવે પર અકસ્માત થયો હતો. જોકે આ ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના બની હતી. એમ્બ્યુલન્સ ડિવાઇડર સાથે અથડાઇને રસ્તા પર પલટી ખાઇ ગઇ હતી. આ ઘટનાથી ચાર આરોગ્યકર્મી અને ચાલક ઘાયલ થયા હતા. પુણેમાં બપોરે કિકવી ગામ પાસે અકસ્માત થયા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
જયારે લિવર લઇ જવા તાત્કાલિક બીજી એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઇ ગઇ હતી. આ એમ્બ્યુલન્સમાં લિવર પુણે લઇ જવામાં આવ્યું હતું. આમ છેવટે લિવર સમયસર હોસ્પિટલમાં પહોંચી ગયું હતું. આ દુર્ઘટનાને લીધે થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો.
જેથી ફાયર બ્રિગેડની ટીમ પણ રાહત કામગિરી માટે આવી હતી. ક્રેનની મદદથી એમ્બ્યુલન્સ ખસેડવામાં આવી હતી. એમ્બ્યુલન્સ વધુ ઝડપને કારણે પલટી ખાઇ ગઇ હોવાનું કહેવાય છે. ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન સેન્ટરનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ 'બ્રેઇન ડેડ જાહેર કરાયેલી 36 વર્ષીય મહિલાનું લિવર કોલ્હાપુરથી પુણે અને કિડની સોલાપુરની હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500