સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં આંબોલી ગામે પાદર ફળિયામાં ગોપાલ રતિલાલભાઈ રાઠોડ (ઉ.વ.૨૬) પરિવાર સાથે રહે છે ગોપાલ રાઠોડને અગાઉ ગામમાં રહેતા નયન ભરતભાઈ રાઠોડે પોતાની પત્ની સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરતો હોવાનું જણાતા તકરાર બાદ જે તે સમયે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. દરમિયાન ગોપાલ રાઠોડ પોતાના મિત્રો સાથે સાંજનાં સમયે કુટુંબીક ભાભી સોનાબેન દિનેશભાઈ રાઠોડનાં ઘરની બહાર ઓટલા પર બેઠા હતાં.
તે સમયે નયન રાઠોડ સામેથી હાથમાં લાકડી લઈને આવી ગોપાલને તું અહીં કેમ બેઠો છે તેમ જણાવી લાકડી વડે માર મારવા લાગ્યો હતો. જયારે નયન રાઠોડે લાકડીનાં સપાટા મારતા ગોપાલ રાઠોડના હાથના કાંડાના ભાગે ફેક્ચર થઈ ગયું હતું તેમજ હાથના કડા વડે માથામાં મારી દીધું હતું અને ફળિયામાં લોકો ભેગા થયા હતાં. નયન રાઠોડનાં પિતા ભરતભાઈએ પણ આવીને ગોપાલ રાઠોડને ઢીકમુક્કીનો માર માયી હતો. ઇજાગ્રસ્ત ગોપાલ રાઠોડને કઠોર સરકારી દવાખાને સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કયો હતો. બનાવ અંગે કામરેજ પોલીસે ગોપાલ રાઠોડની ફરિયાદ લઈ નયન રાઠોડ અને તેના પિતા ભરતભાઈ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application