ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસના વિદાય સમારંભો બંધ થતા નથી અને ભાજપમાં ભરતી અટકતી નથી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝાટકો લાગતો રાજુલાના ભૂતપૂર્વ વિધાનસભ્ય અબરીશ ડેરે રાજીનામુ આપ્યું છે. આમ પણ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલતી જ હતી. કોંગ્રેસે પણ તેમને પક્ષવિરોધી પ્રવૃત્તિ માટે સસ્પેન્ડ કર્યા હતા. રામમંદિર મામલે તેમણે પક્ષથી અલગ અપનાવ્યું હતું. તેમણે રામમંદિર મુદ્દે પક્ષના વલણનો વિરોધ કર્યો હતો. બસ તે સમયથી જ હવે તે કોંગ્રેસમાં કેટલા દિવસ છે તેની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે તો તેમને જાહેર મંચ પરથી ભાજપમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. અંબરીશ ડેર ક્રાંતિકારી આગેવાનની છબી ધરાવે છે. તેઓ 2017માં ભાજપના હીરા સોલંકીને બાર હજાર કરતાં વધારે મતથી હરાવીને રાજુલાના વિધાનસભ્ય બન્યા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં તે હાર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ અંબરીશ ડેર ભાજપમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે જોડાશે. તે કમલમમાં સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે. આ પ્રસંગે અમરેલીના ધારાસભ્યો પણ હાજર રહેશે. તેમને રાજુલાથી વિધાનસભાની ટિકિટ મળી શકે તેમ છે. બીજી બાજુ રાજુલાથી હીરાભાઈ સોલંકી રાજીનામુ આપી શકે છે અને તેમને ભાવનગરથી લોકસભા ટિકિટ મળી શકે છે. અંબરીશ ડેરનું ઓપરેશન પાર પાડવામાં લોકસાહિત્યકારે મોટી ભૂમિકા ભજવી છે. અંબરીશ ડેરના સમર્થકો તેમને ભાજપમાં જોડવવા ઈચ્છી રહ્યાં છે. અમરીશ ડેરનો પરિવાર હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલો છે. અગાઉ પણ તેમને ભાજપ સાથે જોડવાના અનેક પ્રયત્નો થઈ ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application