Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એમેઝોન ફરી એકવાર મોટી સંખ્યામાં કર્મચારીઓને છુટા કરવાની તૈયારીમાં

  • December 06, 2022 

એમેઝોન તરફથી ફરી એકવાર મોટી સંખ્યામાં છટણીનાં સમાચાર આવી રહ્યા છે. એમેઝોન તેના વિવિધ વિભાગોમાંથી લગભગ 20,000 લોકોને છૂટા કર્યા છે. ગ્રેડ 1 થી ગ્રેડ 7 સુધીનાં તમામ સ્તરનાં કર્મચારીઓને આ છટણીથી અસર થશે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં એમેઝોન 10,000 કર્મચારીઓની છટણી કરી હતી અને ફરી એકવાર તેમને ખર્ચ ઘટાડવા મોટો નિર્ણય કર્યો છે. તાજેતરમાં, એમેઝોને મેનેજરો પાસેથી કર્મચારીઓના કામ અંગે અહેવાલ તૈયાર કરવા કહ્યું હતું. એમેઝોનનાં સમગ્ર વિશ્વમાં 1.5 મિલિયન કર્મચારીઓ કામ કરે છે. જો 20,000 લોકોની છટણી કરવામાં આવે તો તે કુલ કર્મચારીઓના 1.3 ટકા લોકોને નોકરી છોડવી પડશે.




જોકે કર્મચારીઓની છટણી કરવામાં આવશે તેમને 24 કલાકની નોટિસ અને વિચ્છેદનો પગાર આપવામાં આવશે. એમેઝોનનાં ઈતિહાસમાં આ ચોથી સૌથી મોટી છટણી હશે. એક અહેવાલે જણાવ્યું હતું કે, છટણી માટે કોઈ ચોક્કસ વિભાગ અથવા સ્થાન પસંદ કરવામાં આવ્યું નથી. તેના બદલે, આ સૉર્ટિંગ સમગ્ર વર્ટિકલ્સમાં થશે. કોરોના મહામારી દરમિયાન કંપનીએ વધુ પડતી હાયરિંગ કરી હતી. કંપનીની આવક સતત ઘટી રહી હતી, જેના કારણે છટણીની જરૂર પડી છે. ગત તા.17 નવેમ્બરનાં રોજ, એમેઝોનનાં CEO એન્ડી જેસીએ કર્મચારીઓને એક સંદેશમાં કહ્યું કે, કંપની કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે આ છટણીથી કેટલા લોકોને અસર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application