સુરેશભાઈ પરમાર કે જેઓ મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે જોબ કરે છે, તેમના કહેવા મુજબ, પ્રિન્ટિંગ વિભાગની વાર્ષિક આવક ૨૦ લાખથી વધુ અને અન્ય વિભાગ ની બધી થઈને વાર્ષિક આવક લગભગ ૫ થી ૬ લાખ જેટલી થાય છે.અને કોઈને પણ ખરીદી કરવી હોય તેઓ મધ્યસ્થ જેલ, વડોદરાનો સંપર્ક કરી શકે છે.
મધ્યસ્થ જેલ,વડોદરાના લગભગ ૧૭,૦૦૦ જેટલા કેદીઓ
- વણાટ કામ જેમકે હાથ રૂમાલ, ચાદર, ધાબળા, તંબુ, શેતરંજી, ટુવાલ, આસનો
- રસાયણ વર્ક જેવું કે સાબુ, ફિનાઈલ, ક્લીનીંગ, વોશિંગ પાવડર,હેન્ડ વોશ, દંત મંજન, લાખ, ગુંદર, સ્ટેમ પેડ ઇન્ક
- સુથારી કામમાં ટેબલ-ખુરશી, ડાઇનિંગ સેટ,ટિપોઈ, સોફાસેટ, કોર્નર, પલંગ, દીવાન, બાજઠ ઉપરાંત દરેક પ્રકારનું કાસ્ટ કોતરણી તેમજ સાદું વર્ક
- પ્રિન્ટિંગ પ્રેસને લગતા દરેક કામ સરકારી કાર્યોમાં ઉપયોગી હોય એવી સ્ટેશનરી
- દરજી કામમાં ગાદલા, રજાઈ, લેડીસ-જેન્ટ્સ ના કપડાં
- બેકરી વિભાગ વડે તેઓ ઘણુ પ્રકારનું ફરસાણ બનાવવા જેવી કામગીરી કરીને પોતાના પગભર થઈને પોતાની મહેનતના પૈસાથી ઘરનું ગુજરાન જેલમાં હોવા છતાં કરી રહ્યા છે.
આમ આવા ઉદ્યોગો થકી અનેકાવિધ હકારાત્મક પ્રવૃતિઓ કરવામાં આવે છે.તેઓને જુના કેદીઓ તાલીમ આપે છે,આમ કાચા કામના અને પાકા કેદીઓ સહિયારી કામગીરી સાથે દિવસની ૧૦૦ રૂ. પેટે કમાણી પણ કરતા થયા છે અને પરિવારને આર્થિક મદદ કરતા થયા છે. જેલમાં આવા સારુ કામ કરનાર કેદીને કલેકટર કચેરી પરથી રજા મંજૂરીની પણ જોગવાઈ કરવામાં આવે છે અને રાજ્ય સરકાર તરફથી ૨૫,૦૦૦ રૂ. ની સહાય પણ આપવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500