અમરોલી છાપરાભાઠામાં રહેતી કાપડા વેપારી સંતોષીદેવી દુકાનેથી ૧૦૦ મીટર દુર આવેલ પોતાના ઘરે જવા માટે નિકળ્યા બાદ લાપતા થઈ હતી. પરિવાર અને પોલીસની શોધખોળ વચ્ચે ચાર દિવસ પછી તેની છાપરાભાઠા પાસેથી ઝાંડી ઝાખરામાંથી નગ્ન હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે પરંતુ ચાર દિવસ પછી પણ પોલીસને તપાસમાં કોઈ કડી ન મળતા સંતોષદેવીની હત્યાનુ રહસ્યઘેરુ બન્યુ છે. અમરોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ છાપરાભાઠા રોડ મધરટેરેસા ચેરીટેબલ ટ્રસ્ટની પાછળ પુરષોત્તમનગર સોસાયટીમાં રહેતા કામરાજભાઈ કેવટ(બિંદ) તેના ઘરેથી ૧૦૦ મીટર દુર છાપરાભાઠા મઠુલી ખાતે રેડીમેડ કપડાની દુકાન ધરાવે છે. દુકાનના કામરાજ તેની પત્ની સંતોષીદેવી અને બંને પુત્ર પણ મદદમાં રહે છે. રાત્રે કામરાજભાઈ દુકાને રોકાયેલા પુત્ર માટે નાસ્તો લેવા માટે ગયા હતા અને તેમને આવતા ૧૫થી ૨૦ મીનીટ થતુ હોય અને ઘર દુકાનથી ૧૦૦ મીટર દુર હોવાથી સંતોષીદેવી તેમની રાહ જાયા વગર ઍકલા ચાલતા ચાલતા ઘરે જવા માટે નિકળ્યા હતા. જોકે વીસેક મીનીટ બાદ કામરાજભાઈ પુત્રને નાસ્તો આપીને આવતા સંતોષીદેવી ઘરે ન હતા જેથી તેઓ ફરીથી દુકાન તપાસ કરવા માટે જતા પુત્ર આકાશે સંતોષીદેવી ઘરે જવા માટે નિકળી ગયા હોવાનુ કહેતા તેમનો જીવટાળવે ચોડ્યો હતો અને સંતોષીદેવીની શોધખોળ શરુ કરી હતી.
પરંતુ તેમની કોઈ ભાળ નહી મળતા પોલીસમાં સંતોષદેવી ગુમ થવાની ફરિયાદ નોઁધાવી હતી. પોલીસ સંતોષીદેવીની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન સાંજે સંતોષદેવીની છાપરાભાઠા પટેલ પાર્ક સોસાયટીની પાછળ ખુલ્લા પ્લોટના કમ્પાઉન્ડની દિવાલની અંદર ઝાડી ઝાંખરામાંથી તેમની નગ્ન હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. સંતોષીદેવીને પીઠના, હાથ અને છાતીના ભાગે ઉજરડાના નિશાન પણ હતા. પોલીસે પુત્ર આકાશની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પીઍમ કરનાર તબીબોએ પ્રાથમિક રીતે ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે અને બળાત્કારની વાતને નકારી કાઢી છે. પરંતુ તેમના સેમ્પલો લીધા છે જેનો રિપોર્ટ હજુ આવ્યું નથી. સંતોષીદેવીની હત્યા કરાયેલી લાશ મળવાને ચાર દિવસ થવા આવ્યા છતાંયે પોલીસે હજુ સુધી કોઈ કડી મળી નથી.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500