Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરનાથ યાત્રા 2024 : પહેલગામ અને બાલતાલ રૂટથી કડક સુરક્ષા વચ્ચે પવિત્ર બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહેલો જથ્થો રવાના થયો

  • June 29, 2024 

દેશભરના લાખો શ્રદ્ધાળુઓનો આતુરતાનો અંત આવ્યો છે. આજે બમ બમ ભોલેનાં નાદ સાથે અમરનાથ યાત્રાની શરુઆત થઈ ગઈ છે. જેમાં પહેલગામ અને બાલતાલ રૂટથી કડક સુરક્ષા વચ્ચે પવિત્ર બાબા બર્ફાનીના દર્શન કરવા માટે પહેલો જથ્થો રવાના થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ યાત્રા 52 દિવસ ચાલશે અને 19મી ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે. યાત્રા જે પણ વિસ્તારમાંથી પસાર થવાની છે ત્યાં સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. યત્રા શરૂ થાય તે પહેલા જ જવાનો દ્વારા મોક ડ્રિલ પણ કરવામાં આવી હતી. ગયા વર્ષે 4.5 લાખ યાત્રાળુઓએ અમરનાથ યાત્રામાં ભાગ લીધો હતો.


ત્યારે આ વર્ષે સંખ્યા વધવાની શક્યતાઓ છે. જમ્મુ કાશ્મીરનાં બે સૌથી સીનિયર IAS અધિકારીને સુરક્ષા વ્યવસ્થા માટે નોડલ ઓફિસર તરીકે નિમવવામાં આવ્યા છે. જેમાં શાહિદ-દ-ઇકબાલ ચૌધરી બટલાલ રૂટ પર અને ભુપેન્દ્રકુમાર પહલગામના રૂટ પર તૈનાત કરાયા છે. જમ્મુથી પ્રથમ જથ્થાને શુક્રવારે રવાના કરવામાં આવ્યો હતો. જેમણે આજે બાલતાલ અને પહલગામથી પોતાની યાત્રા શરૂ કરી છે. આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને, દરેક યાત્રીળુ માટે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) કાર્ડ ફરજિયાત છે.


આ કાર્ડ વગર કોઈપણ શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજૂરી નથી. પવિત્ર ગુફાનું અંતર દક્ષિણ કાશ્મીરના પહેલગામના નુનવાન રૂટથી 32 કિલોમીટર છે અને આ અંતર મધ્ય કાશ્મીરના ગાંદરબલના બાલટાલ રૂટથી 14 કિલોમીટર છે. બાલતાલ રૂટ પરથી જતા યાત્રીઓ એક જ દિવસમાં દર્શન કરીને પરત ફરે છે અને મોટાભાગના ભક્તો આ રૂટને પસંદ કરે છે. બાલતાલ અને પહેલગામ નુનવાન બેઝ કેમ્પ પહોંચતા જ યાત્રાના રૂટ પર શ્રદ્ધાળુઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાલતાલ અને નુનવાન બેઝ કેમ્પમાં પણ ભક્તોએ ભજન અને કીર્તન ગાઈને સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું.


BSFનાં ડીજી નિતિન અગ્રવાલે પણ સુરક્ષાનો મોરચો સંભાળ્યો હતો. અગ્રવાલ જમ્મુમાં સુરક્ષા વ્યવસ્થાની તપાસ માટે બે દિવસની મુલાકાતે છે. આ પહેલા દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમરનાથ યાત્રા તેમજ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જે દરમિયાન સુરક્ષાને લઈને ચર્ચા થઈ હતી. જે જમ્મુથી અમરનાથ યાત્રા શરૂ થાય છે ત્યાં આ મહિને જ મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application