Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશની સાથે આ પણ આઝાદી, 50 વર્ષમાં સિંહોની સંખ્યામાં 280 ટકા વધારો થયો

  • August 10, 2022 

દર વર્ષે દસમી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે છેલ્લા 15 વર્ષમાં એશિયાઈટીક સિંહોની સંખ્યામાં 88% નો વધારો થયો છે 50 વર્ષમાં 280 ટકા નો વધારો થયો છે 2005 માં સિંહ ની સંખ્યા 359 હતી જે વધીને 2020 માં 674 થઈ સિંહોના વિસ્તારમાં પણ વધારો થયો 2015માં 22,000 ચોરસ કિલોમીટરની સામે 2020 માં સિંહનો વિસ્તાર 30000 ચોરસ કિલો મીટર થયો છે 1968 માં સિંહોની સંખ્યા માત્ર 177 હતી ગુજરાતમાં ચાર નેશનલ પાર્ક અને ૨૩ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે.




ગીર નેશનલ પાર્ક સિવાય ચાર સેન્ચ્યુરીમાં સિંહ વસે છે રાજ્યસભામાં આવેલી માહિતી મુજબ ગીર વિસ્તારમાં દર 100 કિલોમીટર એ 13 થી 14 સિંહ વસવાટ કરે છે ગીરમાં સિંહની વસ્તીમાં થયેલા વધારાની જો વાત કરવામાં આવે તો ગીર નેશનલ પાર્ક 258 ચોરસ કિલોમીટરમાં છે ગીર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી 1153 કિલોમીટર છે 39.64 કિલોમીટર છે 18.22 ચોરસ કિલોમીટર છે અને ગિરનાર સેન્ચ્યુરી 178 ચોરસ કિલોમીટરમાં આવેલી છે આ તમામ વિસ્તારોમાં સિંહો કાયમી વસવાટ કરી રહ્યા છે..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application