અલ્લુ અર્જુન હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં 'પુષ્પા ટૂ'ના પ્રિમિયરમાં થયેલી ભાગદોડના એક મહિના પછી આ દુર્ઘટનામાં ઘાયલ કિશોરને મળવા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. આ ઘટનામાં આ કિશોરની માતાનું મોત થયું હતું. પોલીસે આ ઘટના માટે તેને જવાબદાર ઠેરવી તેની ધરપકડ કરી હતી.
કડક પોલીસ સુરક્ષા વચ્ચે અભિનેતા સવારના હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને લગભગ અડધો કલાક સુધી ત્યાં રહ્યો હતો. અલ્લુ અર્જુને ઇજા પામેલ બાળક શ્રીતેજના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી હતી. તેના પિતા સાથે પણ વાતચીત કરીને દરેક સહાયતાનું આશ્વાસન આપ્યું હતું. પોલીસે અલ્લુ અર્જુનને હોસ્પિટલની તેની મુલાકાત ખાનગી રાખવાની સૂચના આપી હતી. સાથેસાથે અભિનેતાને એ પણ ચેતવણી આપી હતી કે, હોસ્પિટલની તેની મુલાકાત દરમિયાન કોઇ પણ નકારાત્મક પરિણામ માટે તે પોતે જવાબદાર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application