અલ્લુ અર્જુનની પુષ્પ ફિલ્મનાં વિવિધ રાઈટ્સનું વેચાણ શરૂ થઈ ગયું છે. તેના મ્યૂઝિક અને સેટેલાઈટ રાઈટ્સ 60 કરોડમાં વેચાયાનું કહેવાય છે. હજુ તો ફિલ્મ આગામી ડિસેમ્બરમાં રીલીઝ થવાની છે પરંતુ તે પહેલાં જ OTT પ્લેટફોર્મ્સ સાથે પણ સોદાબાજી ચાલી રહી છે. કેટલાક અંદાજ અનુસાર OTT ડીલ પણ આશરે 50થી 60 કરોડમાં ફાઈનલ થઈ શકે છે. આમ, રીલીઝ પહેલાં જ 'પુષ્પા-ટુ'ની કમાણી 100 કરોડને આબી જશે. ફિલ્મના 'અટાવા', 'સામી', 'તેરી ઝલક શ્રીવલ્લી' જેવાં ગીતોએ માત્ર સાઉથમાં જ નહિ પરંતુ હિન્દીમાં પણ ધૂમ મચાવી હતી.
આથી ભાગ 2નાં મ્યૂઝિક રાઈટ્સ માટે પણ બહુ તગડી ડીલ થઈ છે. નિર્માતાઓ થિયેટર રીલીઝ માટે પણ ડિસ્ટ્રીબ્યૂટર્સ સાથે અત્યારથી સોદાબાજી કરી રહ્યા છે. પહેલા ભાગને ટિકિટબારી પર અણધારી સફળતા મળી હતી. તે પછી બીજા ભાગ માટે લોકોની ઉત્સુકતા ચરમસીમાએ છે. સાઉથમાં તો આ ફિલ્મના રોજેરોજનાં અપડેટ વાયરલ થાય છે. ફિલ્મના પહેલા ભાગની બ્રાન્ડ વેલ્યૂ જોતાં બીજા ભાગ માટે વિશ્વભરમાં થિયેટર રીલીઝમાં એક હજાર કરોડની કમાણીનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application