આજે અમદાવાદમાં મતદાનને લઈને લાઈનો જોવા મળી રહી છે તો ક્યાંય કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે તો ક્યાંક આપના પોલિંગ ટેબલો પર લોકો દેખાતા નથી તો કેટલીક જગ્યાએ સિનિયર સિટીઝનને વ્હિલચેરની વ્યવસ્થા ના હોવાથી મૂશ્કેલી પણ પડી રહી છે.અમદાવાદમાં ચાંદખેડામાં કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ચાંદખેડાના મોટેરા વિસ્તારની અંદર એક કારમાં આવેલા ચાર-પાંચ લોકો આ વિસ્તારમાં પોલિંગ ટેબલના કાર્યકરોને ધમકાવ્યા હતા. ચાંદખેડામાં જનતાનગર પાસે પણ આ રીતે ધમકાવવાની ઘટના બની હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જેથી આ મામલે ચાંદખેડા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. કોંગ્રેસે સમગ્ર વિસ્તારમાં કાર્યવાહીની માંગ કરી છે. જેથી પોલીસ પણ સતત પેટ્રોલિંગમાં જોડાઈ છે.
પશ્ચિમ વિસ્તારના આ પોલિંગ ટેબલ પર લોકો ફરકતા ઓછા જોવા મળ્યા
નારણપુરા વિધાનસભાની ગાંધી આશ્રમ શાળા નંબર 1 ખાતે મતદાન કરવા માટે ભીડ ઉમટી હતી. ત્યારે જ કોંગ્રેસના મતદાન ટેબલ પર લોકો જોવા મળ્યા હતા જેમાં ભાજપના ટેબલ પર પણ લોકો જોવા મળ્યા હતા પરંતુ આમ આદમી પાર્ટીના ટેબલ પર એક પણ વ્યક્તિ આવતું જતું નહોતું દેખાયું. લોકો આમ આદમી પાર્ટીના પોલિંગ ટેબલ પર ફરક જોવા મળ્યા નહોતા.
સિનિયર સિટીઝન માટે કેટલીક જગ્યાએ વ્યવસ્થાનો અભાવ
સિનિયર સિટીઝન માટે મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે માટે ચૂંટણી પંચે વ્હિલચેર સહીતની વ્યવસ્થા કરી છે. લાઈનમાં ના ઉભું રહેવું પડે તેની તકેદારી રખાઈ રહી છે. મુમતપુરા પ્રાથમિક શાળા બુથ વેજલપુર વિધાનસભામાં વરિષ્ઠ નાગરિકો મતદાન કરવા પહોંચ્યા ત્યારે તકલીફ પડી હતી જ્યાં વરિષ્ઠ નાગરિકો માટે વ્હીલચેરની વ્યવસ્થા નહોતી. ચૂંટણી પંચની સૂચના છતાં સિનિયર સિટીઝન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. એક બિમાર સિનિયર સિટીઝન મતદાન કરવા ત્યાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500