મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં માત્ર 12 ટકા પાણીનો જથ્થો જમા થવાથી છેટે છે. અત્યારે સાતેય જળાશયો મળીને કુલ 88.59 ટકા પાણી જમા થયું છે. એટલે કે જળાશયોમાં કુલ મળીને 1282266 મિલિયન લીટર પાણી જમા થયું છે. સાતેય જળાશયોમાં 30 સપ્ટેમ્બર સુધી 14 લાખ 47 હજાર 363 મિલિયન લીટર પાણી જમા થાય તો આગામી વર્ષના ચોમાસા એટલે 31 જુલાઈ સુધી મુંબઈગરાનાં માથે પાણી કાપ રહેતો નથી.
ગત થોડાક દિવસોથી વરસી રહેલા મૂશળધાર વરસાદનાં પગલે મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતાં સાત જળાશયો પૈકી મોડકસાગર, તાનસા અને તુલસી જળાશય છલકાયું છે. જ્યારે મધ્ય વૈતરણાનાં જળાશયમાં ડેમનો એક દરવાજો ખુલ્લો કરાયો છે. જ્યારે ભાતસા, અપર વૈતરણા, વિહાર જળાશયોમાં સંતોષજનક પાણીની સપાટી વધી ગઈ છે. એટલે કે અપર વૈતારણા અને વિહાર જળાશય ચળકાવવાથી આશરે એકથી બે મીટર છેટું છે.
આમ, સાતેય જળાશયો અને કેચમેન્ટ વિસ્તારમાં 15 દિવસ વરસેલા મૂશળધાર વરસાદને પગલે લગભગ સાડા દસ મહિનાનું જમા થયું છે. મુંબઈને દરરોજ 3850 મિલિયન લીટર પાણીનું વિતરણ મહાનગરપાલિકા કરે છે. આ ઉપરાંત થાણે, ભિવંડી પાલિકા 150 મિલિયન લીટર પાણી આપવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500