આગામી તા.૧૫ મી ઓગસ્ટ-૨૦૨૩, આઝાદીના ૭૭મા સ્વાતંત્ર્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિની વિશેષ ઉપસ્થિતિ રહેનાર છે જેને અનુલક્ષીને આજરોજ ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની સ્થિત જુની સરકારી હાઈસ્કૂલના મેદાન ખાતે જિલ્લા વિકાસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું. સમગ્ર કાર્યક્રમનું રિહર્સલમાં પોલીસ જવાનો દ્વારા પરેડ, વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના અવસરોના રિહર્સલનું જિલ્લા વિકાસ અધિકારીએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યાં હતા. આ રિહર્સલ તથા નિદર્શનમાં નિવાસી અધિક કલેકટર, નાંદોદ પ્રાંત અધિકારી, દેડિયાપાડા પ્રાંત અધિકારી, નાયબ કલેકટર પ્રોટોકોલ, નાયબ ચૂંટણી અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, ગરુડેશ્વર મામલતદાર સહીત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application