Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાળકુવા ગામે આગ લાગતા ગોડાઉનનો તમામ સામાન સ્વાહા

  • December 24, 2020 

સોનગઢ તાલુકાના ગાળકૂવા ગામે રાત્રીના સમયે એક ગોડાઉનમાં આગ લાગતા એમાં મુકેલ સેંટરિંગનો સામાન અને લાકડાનાં ટેકા સહિતની તમામ ચીજવસ્તુ બળી ને રાખ થઈ ગઈ હતી. સોનગઢ પાલિકા ફાયર ફાઈટરોએ દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

 

 

સોનગઢના ગાળકૂવા ગામે રહેતા ગુરજીભાઈ મણિલાલભાઈ ગામીત ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે સાથોસાથ નાના મોટા બાંધકામનો સામાન પણ રાખતા આવ્યા છે. તેઓ પોતાના ઘરની નજીક એક છાપરા જેવા મકાનમાં લાકડાનાં ટેકા, પ્લેટ અને વાંસ જેવો સામાન મુક્યો હતો. આ ગોડાઉનમાં રાત્રીના સમયે અચાનક જ આગ દેખાઈ હતી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું. આ ઘટના અંગે સોનગઢ પાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો સાધનો સાથે તુરત જ ગાળકૂવા ગામે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજીત જ બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આ બનાવમાં ગોડાઉનમાં પડેલ સેંટરિંગનો તમામ સમાન ઉપરાંત ખેડૂતે ઘરે ખાવા માટે પકવેલ જુવારનો જથ્થો પણ આગમાં સ્વાહા થઈ ગઈ હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application