ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક, માધયમિક, અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની લાયબ્રેરીને પુસ્તક ભેટ યોજના અતર્ગત "રંગ અવધૂત સાહિત્ય" ના "બાળકોના રંગદાદા" ભાગ 1 થી 16 પુસ્તકોનો સેટ ભેટ મળવા પામ્યો છે. અમદાવાદના દાતાઓ, અને એડવોકેટ શ્રી કે.ડી.દેસાઈ તરફથી વાંસદા સમન્વય ગ્રુપના સંયોજક શ્રી દત્તાત્રેય મોરે (ડાંગના નિવૃત્ત ગ્રંથપાલ) મારફત આ પુસ્તકોના સેટનું વિતરણ થવા પામ્યું છે. આહવા તાલુકાના BRC શ્રી કનકસિંહ જાદવ દ્વારા આહવા તાલુકાની ૧૦૦ પ્રાથમિક શાળાઓને ૧૬ પુસ્તકના સેટ પ્રમાણે ૧૬૦૦ નંગ પુસ્તકો મળશે. ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અને એસ.વી.એસ. કન્વીનર મારફતે ડાંગ જિલ્લાની ૬૦ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શાળા દીઠ ૧૬ પુસ્તકોના સેટ મુજબ ૮૬૪ નંગ પુસ્તક મળી કુલ ૨૪૬૪ નંગ પુસ્તકોના ૧૫૪ સેટ ડાંગની શાળાઓને મળવા પામ્યા છે. બીજા તબક્કામાં વધઈ અને સુબીર તાલુકાની પ્રાથમિક શાળાઓને પણ આ પુસ્તકો એનાયત કરવાનું આયોજન કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application