Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાની જાહેર જનતા જોગ,તા.12 ઓક્ટોબરથી જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે તમામ રૂટીન આરોગ્ય સેવાઓ મળી રહેશે

  • October 13, 2020 

મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સીવીલ સર્જન ડો.નૈતિક ચૌધરીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ હાલની વૈશ્વિક કોવિડ-19 ની મહામારી દરમિયાન વ્યારા સ્થિત જનરલ હોસ્પિટલની તમામ રૂટીન આરોગ્ય સેવાઓ જનક સ્મારક હોસ્પિટલ ખાતે હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ હતી.

 

જે તા.12/10/2020 થી જનરલ હોસ્પિટલ ખાતે ગાયનેક ઓપીડી, ઈમરજન્સી તમામ સેવાઓ, ઓ.ટી. વિભાગ, આઈ.સી.યુ. વિભાગ, ડાયાલીસીસ વિભાગ, મેલ/ફીમેલ  સર્જીકલ વોર્ડ,એસ.એન.સી.યુ. વિભાગ તથા ડેન્ટલ વિભાગની સેવાઓ શિફ્ટ કરવામાં આવે છે. જ્યારે જનક સ્મારક હોસ્પિટલ ખાતે પીડીઈયાટ્રીક/મેડીસીન/સ્કીન/સર્જરી/ઓર્થોપેડીક ઓ.પી.ડી. તથા મેલ- ફીમેલ મેડીકલ વોર્ડની સેવાઓની ઓપીડી હાલ મુજબ કાર્યરત રહેશે. જેની તાપી જિલ્લાની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application