Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુડા આવાસ યોજનામાં માર્ચ માસના પ્રથમ 2 સપ્તાહ પહેલાં ડ્રો કરી દેવા માટે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ

  • February 19, 2024 

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા) દ્વારા તાજેતરમાં જ નવા 2663 આવાસોના નિર્માણ માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યાં હતાં. ગુડા વિસ્તારના રહેવાસીઓ દ્વારા અત્યાર સુધીના સૌથી વધુ 11695 ફોર્મ ભરીને રેકોર્ડ સર્જ્યો છે. ત્યારે ફોર્મ ભર્યા બાદ ડ્રોની આતુરતાથી રાહ જોઈને બેઠેલાં અરજદારો માટે નજીકના સમયમાં જ ડ્રો કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા જોવાં મળી રહી છે.



લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં તંત્ર 2663 આવાસોનો ઓનલાઈન ડ્રો યોજી શકે છે. જેના માટે હાલ ડેટા વેરીફિકેશનની કામગીરી પ્રગતી હેઠળ છે. માર્ચ માસના પ્રથમ 2 સપ્તાહ પહેલાં ડ્રો કરી દેવા માટે તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. લોકસભા ઈલેક્શનની જાહેરાત અને આચારસંહિતાનો અમલ શરૂ થાય તે પહેલાં વિકાસલક્ષી કાર્યક્રમો પૂર્ણ કરી દેવા માટે તંત્ર પણ કામે લાગેલું જોવાં મળ્યું છે. ગુડા દ્વારા 4 સ્કીમના 2663 આવાસોમાંથી સૌથી વધુ 1350 આવાસો વાસણા હડમતીયામાં, સરગાસણમાં 624 અને વાવોલની 2 સ્કીમમાં અનુક્રમે 369 અને 320 આવાસો બનાવામાં આવી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application