Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પિડિત મહિલાઓને તમામ પ્રકારની મદદ ઍક સ્થળેથી પૂરી પડાશે : નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ‘‘વન સ્ટોપ સેન્ટર-સખી યોજના’’ કાર્યરત

  • August 11, 2021 

સમાજમાં સામાજિક અને કૌટુંબિક માળખાઓ પિતૃપ્રધાન હોવાથી મહિલાઓ સાથેની હિંસા અને અસમાનતા વ્યાપક પ્રમાણમાં જાવા મળે છે. મહિલાઓ પર થતી હિંસાના કારણે સમાજમાં મહિલાઓના જીવનધોરણ, વિકાસ, મિલકતના હકકો, આર્થિક વિકાસ, નિર્ણયશકિત વગેરેમાં મોટા પ્રમાણમાં અસર પડે છે. પિડીત-શોષિત મહિલાઓના સવા*ગી ઉત્કર્ષ માટે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ઘ્વારા દેશના દરેક રાજયમાં ‘‘વન સ્ટોપ સેન્ટર-સખી યોજના’’ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખડસુપા ખાતે કાર્યરત હતું. જે હવે સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે નવનિર્મિત મકાનમાં તમામ સુવિધાઓ સાથે કાર્યરત થયું છે.

 

 

 

 

રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલા ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમ અંતર્ગત નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીઍ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે નવનિર્મિત થયેલ સખી વન સ્ટોપ સેન્ટરનું ડિજિટલ લોકાર્પણ કર્યુ હતું. આ સેન્ટરનો મુખ્ય ઉદેશ પિડીત મહિલાને ઘરમાં, સમાજમાં અથવા કાર્યના સ્થળે થતી હિંસા સામે તમામ પ્રકારની મદદ જેવી કે તબીબી સેવા, પરામર્શ, કાનૂની માર્ગદર્શન, પોલીસ સેવા, આશ્રય અને સંસ્થાકીય મદદ પૂરી પાડશે. મહિલાઓ અને કિશોરીઓ સમાજમાં શારિરીક, જાતિય, ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક પ્રકારની હિંસાનો ભોગ બને છે. આના પરિણામે લિંગભેદ, ઍસીડ ઍટેક, ડાકણપ્રથા, સ્ત્રી ભૃણ હત્યા, ઘરેલુ હિંસા, કાર્યના સ્થળે થતી હિંસા વગેરે સમાજમાં જાવા મળે છે. હિંસાથી પિડીત મહિલાને આ કેન્દ્ર ઘ્વારા તમામ પ્રકારની મદદ ઍક જ સ્થળેથી પૂરી પડાશે અને સહાય કરશે.

               

 

 

 

 

આ યોજના હેઠળ વન સ્ટોપ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહેશે. મહિલા અધિકારી કાર્યર્સ્થળે ચોવીસ કલાક હાજર રહેશે. કેન્દ્ર ઉપર સૌથી પહેલો સંપર્ક તેમની સાથે કરવાનો રહેશે. પિડીત મહિલાનો પ્રશ્ન સાંભળી તેનો કેસ ઓનલાઇન રજીસ્ટર કરશે. જેનાથી તેનો યુનિક આઇ.ડી નંબર જનરેટ થશે. વન સ્ટોપ સેન્ટર-સખી યોજનાની સેવાઓ જે મહિલાઓ મદદ મેળવવવા માંગતી હોય તે પૂરી પાડવામાં પ્રયાસ કરશે. પિડીતાને ગુનેગાર/આરોપી સામે પોલીસ કાર્યવાહી કરવામાં મદદ કરાશે. તેમજ જા કોઇ પિડીતાને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોîધવા દેવામાં ન આવે અથવા કોઇ અન્ય મદદની જરૂર હોય તો તે પૂરી પડાશે. મહિલાને કાઉન્સેલીંગ તેમજ તેની જરૂરિયાત મુજબ અન્ય સેવાઓ મળે તે સુનિશ્રિત કરાશે. પિડીત મહિલાની માહિતી અને ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. હિંસાનો ભોગ બનેલી મહિલાઓને હંગામી ધોરણે આશ્રય પુરુ પાડવામાં આવશે. વન સ્ટોપ સેન્ટર ખાતે નોડલ અધિકારી તરીકે દહેજ પ્રતિબંધક કમ રક્ષણ અધિકારી રહેશે. નવસારી જિલ્લાની હિંસાથી પિડીત મહિલાઓ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application