Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગનાં તમામ ડેમો થયા ફુલ : નવ ડેમોમા 93.89 મિલિયન ક્યુસેક ફીટ પાણીનો જથ્થો

  • July 20, 2022 

ડુંગરાળ અને ખડકાળ વિસ્તારમાં આવેલા ડાંગ જિલ્લાના તમામે તમામ નવ ડેમો, ચાલુ ચોમાસાની ઋતુમા છલોછલ ભરાઈ જવા પામ્યા છે. ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવાને પાણી પૂરૂ પાડતા લશ્કરીયાના બે ડેમો સહિત ભિસ્યા ડેમ, ગલકુંડ, ધવલીદોડ, વાંઝટટેમ્બ્રુન, સુબીર, જામન્યામાળ, અને કિરલીના ડેમમાં કુલ ૯૩.૮૯ MCFT જેટલુ એટલે કે ક્ષમતાના સો ટકા જેટલુ પાણી ભરાઈ જવા પામ્યુ છે.




ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ડાંગ જિલ્લાના કાર્યપાલક ઈજનેરના જણાવ્યા અનુસારના પાણી પુરવઠા હસ્તકના આ નવ ડેમોનો લાભ, જિલ્લાના ૫૦ ગામોના ૫૮,૬૭૦ લોકોને વર્ષભર પૂરો પાડવામા આવી રહ્યો છે. ચાલુ વરસાદી સીઝનમા આ તમામ ડેમો ઓવરફ્લો થતા તેની સ્ટોરેજ કેપેસિટી જેટલુ પાણી સંગ્રહિત થઈ ચુક્યુ છે. આ ગામોની દરરોજની સામાન્ય રીતે ૪.૪૭ મિલીયન લીટર પર ડે ની ડીમાન્ડ રહેતી હોય છે તેમ જણાવ્યુ હતુ.




ડેમના લાભાર્થી ગામો અને જન સંખ્યાની વિગતો જોઈએ તો ભિસ્યા ડેમથી જિલ્લાનાં ૭ ગામોના ૬૩૭૨ લોકો લાભાન્વિત થઈ રહ્યા છે, જ્યારે ગલકુંડ ડેમથી ૧૦ ગામોનાં ૫૦૨૯ લોકો, ધવલીદોડ ડેમથી ૨ ગામોનાં ૪૩૬૯ લોકો, વાંઝટટેમ્બ્રુન ડેમથી ૧૯ ગામોના ૧૧,૫૧૬ લોકો, નિલશાકયા-૧ અને ૨ થી ૧ ગામ (આહવા)નાં ૧૭,૭૫૪ લોકો, સુબીરનાં ડેમથી ૪ ગામોનાં ૭૨૧૬ લોકો, જામન્યામાળ ડેમથી ૪ ગામોનાં ૪૩૯૬ લોકો તથા કિરલી ડેમથી ૩ ગામોનાં ૨૦૧૮ લોકો મળી કુલ ૯ ડેમ થી ૫૦ ગામોના ૫૮,૬૭૦ લોકો લાભાન્વિત થઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application