Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્ય સરકારે નીમેલી ટીમે સુરતની ૨૦ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ કરી

  • December 15, 2020 

આગની દુર્ઘટના નિવારવાના હેતુથી સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. ટીમમાં બી.જે.મેડિકલ કોલેજ,અમદાવાદના પ્રોફેસર અને આ કમિટીના મેડિકલ હેડ ડો.ચેતના દેસાઈ, ઇલેક્ટ્રિક હેડ ફેદરઅલી ખોજા, ફાયર એડિશનલ ચીફ રાજેશ ભટ્ટ, સ્પેશિયલ ફાયર ઓફિસર અનિરુદ્ધ ગઢવી, એન્ટી કરપ્શન બ્યુરો,અમદાવાદના આસિસન્ટ ડાયરેક્ટર આશુતોષ પરમાર અને સુરતના ચીફ ફાયર ઓફિસર બંસત પારિકએ સુરતની ૨૦ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીની પૂરતી સુવિધાઓ હોવાનું તારણ કાઢયું હતું.

 

 

 

સુરત મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરશ્રી બંસત પરિકે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારની કમિટીએ સુરતની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં ફાયર, ઈલેક્ટ્રોનિક સાધનોની સુવિધા, વેન્ટિલેટર અને હોસ્પિટલના સાધનોની ચકાસણી કરી હતી. જેમાં કોવિડ  હોસ્પિટલમાં દરેક પ્રકારની ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ છે, જેથી કોઈ આગ જેવી આકસ્મિક દુર્ઘટના બને તો નિવારી શકાય. 

 

 

 સુપ્રિમ કોર્ટના આદેશથી સરકાર દ્વારા નિમવામાં આવેલી આ ટીમ તા.૨૪ ડિસેમ્બર-૨૦ ના રોજ સુપ્રિમ કોર્ટમાં રિપોર્ટ જમા કરાવશે.

 

 

વધુમાં શ્રી પારિકે જણાવ્યું કે, 'રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના સંદર્ભે  રાજ્ય સરકારે કમિટી બનાવી તપાસ હાથ ધરી છે. સુરતની તમામ હોસ્પિટલ સંચાલકો, તબીબો સાથે સંકલન કરી સુરત ફાયર વિભાગ અને શહેરી તંત્ર પણ જાગૃત રહી તમામ પ્રકારની સેફટી ઉપલબ્ધ કરશે. સુરતની કોવિડ હોસ્પિટલો ફાયર સુવિધાથી સુસજ્જ હોવાથી કોઈ આકસ્મિક દુર્ધટના વેળાએ સતર્કતા રીતે હોનારતને નિવારી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News