ઝીલ કુમાર/બારડોલી : બારડોલીમાં કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. 14મીએ બે સત્તાવાર કેસ સામે આવ્યા બાદ શનિવારના રોજ વધુ ત્રણ કેસ સામે આવતા લોકોમાં પણ દહેશત ફેલાઇ જવા પામ્યો છે.
નવરાત્રિ દરમ્યાન ભેગી થયેલી ભીડ અને આવનારા તહેવારોને લઈને પણ કોરોનાએ ગતિ પકડી છે. સમગ્ર સુરત જિલ્લામાં હાલમાં કુલ 16 એક્ટિવ દર્દીઓ છે. શરૂઆતથી અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં કુલ 32 હજાર 177 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે અને 486 લોકોના મૃત્યુ થયા છે.
જેની સામે બારડોલી તાલુકાની વાત કરવામાં આવે તો અહીં કામરેજ બાદ સૌથી વધુ 5115 કેસો નોંધાય ચૂક્યા છે અને 82 લોકોના સરકારી ચોપડે મોત થઈ ચૂક્યા છે.જો કે ત્રીજી લહેરના ભય વચ્ચે બારડોલીમાં કોરોનાના કેસો ધીમી ગતિએ વધી રહ્યા હોવાનું સરકારી રિપોર્ટ પરથી લાગી રહ્યું છે. કે 14મી ના રોજ 2 કેસો આવ્યા બાદ ગઈકાલ નારોજ વધુ ત્રણ કેસ નોંધાતા લોકોમાં સામી દિવાળીએ ફફડાટ ફેલાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500